ભારત માં જમાઈઓ ને બહુ ઈજ્જત આપવામાં આવે છે અને તેમના માટે દીકરી ના ઘરવાળા હંમેશા કંઇક ને કંઇક ખાસ કરવાની કોશિશ માં લાગી રહે છે. ભારત ની આ રીત ના ફક્ત સામાન્ય લોકો નિભાવે છે પરંતુ સેલિબ્રિટી ને પણ નિભાવતા દેખવામાં આવ્યા છે. અહીં જેટલો પ્રેમ અમે વ્હાલ એક પુત્રવધુ ને આપવામાં આવે છે તેટલો જ પ્રેમ અને વ્હાલ એક જમાઈ ને પણ આપવાનો હોય છે. બૉલીવુડ માં આપણે બહુ બધા સંબંધ બનતા દેખ્યા છે અને બગડતા દેખ્યા છે પરંતુ કેટલાક સિતારા છે જે પોતાના સસરા અને કેટલાક લીજેન્ડ સિતારા જે પોતાના જમાઈ ને દીકરા ની જેમ માને છે.
સાસુ-વહુના સંબંધો પર અવારનવાર વાત થતી રહેતી હોય છે. સામાન્ય રીતે એવું જ બને છે કે સાસુ અને વહુની વચ્ચે પરસ્પર વધારે બનતું નથી. ઘણી વખત લડાઈ ઝઘડા પણ થતા રહે છે. જો કે જ્યારે વાત સાસુ અને જમાઈ ની આવે છે, તો મામલો એકદમ બદલી જાય છે. મોટા ભાગનાં સાસુ અને જમાઈની વચ્ચે સારા સંબંધ હોય છે. બંને એકબીજાને રિસ્પેક્ટ કરતાં જોવા મળે છે. જો સાસુ ફ્રેન્ડલી નેચરના હોય તો ખૂબ જ હસી મજાક પણ થાય છે. તેવામાં આજે અમે તમને બોલિવૂડના પોપ્યુલર સાસુ જમાઈની જોડી સાથે મુલાકાત કરાવીશું.
તનુજા અને અજય દેવગન.
તનુજા ૬૦ અને ૭૦નાં દશકની ખૂબ જ લોકપ્રિય અભિનેત્રી હતા. તનૂજાની બે દીકરીઓ છે, જે પોતાની જેમ જ એક્ટ્રેસ છે. તેમની નાની દીકરીનું નામ તનિષા મુખર્જી છે, જ્યારે મોટી દીકરી કાજોલ છે. કાજોલ બોલિવૂડ એક્ટર અજય દેવગનની પત્ની છે. તે સંબંધ ના હિસાબે તનુજા અને અજય સંબંધમાં સાસુ અને જમાઈ થાય છે. આ બન્નેનો પરસ્પર સંબંધ માં-દીકરા જેવો છે. અજય પોતાની સાસુને ખૂબ જ રિસ્પેક્ટ કરે છે.
જીનેટ્ટે ડિસોઝા અને રિતેશ દેશમુખ.
બોલિવૂડ અભિનેતા રિતેશ દેશમુખ અને તેમની પત્ની તેમજ અભિનેત્રી જેનેલિયા ડિસૂઝાએ સાથે મળીને એક ઉમદા નિર્ણય લીધો છે. બંનેએ નેશનલ ડોક્ટર્સ ડે પર આ નિર્ણય લીધો છે. જેનેલિયાએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કર્યો છે જેમાં તેણે પતિ રિતેશ દેશમુખની સાથે મળીને અંગદાન કરવાની જાણકારી આપી છે.
વીડિયોમાં જેનેલિયા અને રિતેશે પોતાના ફેન્સને પણ અંગદાન કરવા માટે અપીલ કરી છે. જેનેલિયાએ શેર કરેલા આ વીડિયોમાં રિતેશ કહી રહ્યા છે કે, મેં અને જેનેલિયાએ આ વિશે ઘણું વિચાર્યું, ચર્ચા પણ કરી, પરંતુ દુર્ભાગ્યવશ અત્યારસુધી અમે આ ન કરી શક્યા. પરંતુ 1 જુલાઈના રોજ અમે કહેવા માગીએ છીએ કે અમે બંનેએ સાથે મળીને એક નિયમ લીધો છે. અમે અમારા ઓર્ગન્સ ડોનેટ કરવાનો નિર્ણય લીધો છે.રિતેશ દેશમુખ પણ બોલિવૂડમાં ખૂબ જ જાણીતું નામ છે. તેમણે જેનેલિયા ડિસૂઝા સાથે લગ્ન કર્યા છે. જેનેલિયાની મમ્મીનું નામ જીનેટ્ટે ડિસૂઝા છે. એટલા માટે સંબંધમાં તે રિતેશ દેશમુખની સાસુ થાય છે. રિતેશ અને જીનેટ્ટે વચ્ચે પણ પરસ્પર સારું બોન્ડિંગ જોવા મળે છે. જીનેટ્ટે ને જ્યારે પણ મદદની જરૂરિયાત હોય છે તો રિતેશ તુરંત જ હાજર થઈ જાય છે.
મુમતાજ અને ફરદીન ખાન.
ફરદીન ખાન ની બોલિવૂડમાં કોઇ ખાસ કારકિર્દી રહી નહીં. આજે તેમની ગણતરી એક ફ્લોપ અભિનેતાના રૂપમાં થાય છે. તે ફિલ્મોમાંથી લગભગ ગાયબ પણ થઇ ગયા છે. ફરદીનની પત્નીનું નામ નતાશા માધવાની છે. નતાશા વીતેલા જમાનાની ફેમસ એક્ટ્રેસ મુમતાજની દીકરી છે. એટલા માટે તે સંબંધમાં ફરદીનની સાસુ પણ થાય છે. આ બંનેનો સંબંધ પણ પરસ્પર રિસ્પેક્ટ વાળો છે.
ઉજાલા પાદુકોણ અને રણવીર સિંહ.
રણવીર સિંહ એક મસ્તમૌલા ટાઈપના એક્ટર છે. તે હંમેશા પોતાની મસ્તી અને ફનનાં મૂડ માં રહેતા હોય છે. મહત્વપૂર્ણ છે કે રણવીર સિંહ અને દીપિકા પાદુકોણના ૨૦૧૮માં લગ્ન થયા હતા. દીપિકાની માતાનું નામ ઉજાલા પાદુકોણ છે. ઉજાલા પોતાના જમાઈ રણવીરને ખૂબ જ પસંદ કરે છે. રણવીર પણ પોતાની સાસુ સાથે સારું બોન્ડિંગ ધરાવે છે. રણવીર તો પોતાને સાસુ ની સાથે થોડી હસી-મજાક પણ કરી લે છે.ડિમ્પલ કાપડિયા અને અક્ષય કુમાર.બોલિવુડમાં ખિલાડી તરીકે ઓળખાતા અક્ષયને હવે ઈંડસ્ટ્રીમાં સૌથી વધુ કમાનારા સ્ટાર્સમાંનો એક મનાય છે. આજ સુધી તે જે રીતે મહેનતથી આગળ આવ્યો ત્યાં મહેનતની સાથે સાથે તેને નસીબએ પણ ઘણો સાથ આપ્યો છે.
અહીં તેના જીવનની એવી ઘટનાઓની વાત કરી રહ્યાછીએ જેમાં તેના નસીબનું કનેક્શન ખરેખર માનવું પડે.અક્ષય કુમારને મિસ્ટર બોક્સ ઓફીસ પણ કહેવાય છે, આજે જે સ્થાન પર તે છે તે સ્થાન પર હોવાનું કારણ તે પોતાની મહેનત હોવાનું કહે છે. તેની પાસે આજે બધું જ છે. સારું કરિયર, સુંદર પત્ની અને બાળકો. પરંતુ કેરિયરની શરૂઆતમાં અક્ષય કુમારે ઘણો સંઘર્ષ કર્યો છે.રિપોર્ટસનું માનીએ તો અક્ષયએ વેટર, શેફથી માંડીને માર્શલ આર્ટ ટ્રેનર સુધીનું કામ કર્યું છે. બોલિવુડમાં તેનો કોઈ ગોડફાધર ન હતો અહીં જગ્યા બનાવવા માટે ઘણો સંઘર્ષ કર્યો છે.આ સંઘર્ષના દિવસોમાં અક્ષય કુમારને એક ફોટોશૂટ કરાવવું હતું.
રિપોર્ટ્સનું માનીએ તો અક્ષય પાસે ફોટોગ્રાફરને આપવાના પણ પૈસા ન હતા. તેના પર અક્કીએ કહ્યું કે તે આસિસ્ટન્ટ તરીકે કામ કરી લેશે અને તે દરમિયાનનો પગાર તે ફોટોશૂટના અમાઉન્ટ સમજી લે. શૂટ દરમિયાન બંને મુંબઈના જૂહૂ સ્થિત એક જુના બંગલા પર ગયા હતા.બંગલાના ચૌકીદારએ તેમને અંદર શૂટ કરવાની ના પાડી દીધી અને ત્યાંથી કાઢી મુક્યા, પછી અક્ષયે તેની દીવાલ પર શૂટ કર્યું. આપને જાણીને નવાઈ લાગશે કે પછી અક્ષય સફળ થયો અને તે પ્રોપર્ટી ખરીદી લીધી. હવે ત્યાં જ અક્ષય કુમારનો શાનદાર બંગલો છે.આવી જ એક બીજી ઘટના પણ છે જેનો ઉલ્લેખ તે એક ચેટ શોમાં કરી ચુક્યો છે. સંઘર્ષના દીવસોમાં અક્ષય રાજેશ ખન્ના પાસે કામ માગવા પહોંચ્યો હતો.
તે વખતે રાજેશ પાસે અક્ષયના માટે લાયક કામ ન હતું. અક્ષયે ત્યાંથી ખાલી હાથ પાછું ફરવું પડ્યું હતું. અક્ષય સફળ થયો અને રાજેશ ખન્નાની દીકરી આજે તેની પત્ની છે. અક્ષય કહે છે કે તેણે ક્યારેય સપનામાં પણ આવું વિચાર્યું ન હતું.અક્ષય કુમારે બોલીવુડ એક્ટ્રેસ ટ્વિંકલ ખન્ના સાથે લગ્ન કર્યા છે. ટ્વિંકલ વીતેલા જમાનાની ફેમસ એક્ટ્રેસ ડિમ્પલ કાપડિયાની દીકરી છે. તે સંબંધને લીધે અક્ષય કુમાર અને ડિમ્પલ કાપડિયા પરસ્પર સાસુ અને જમાઈ થાય છે. અક્ષયનો સ્વભાવ મજાક-મસ્તી વાળો છે અને તે પોતાની સાસુ ડિમ્પલની સાથે ખૂબ જ હસી મજાક કરે છે. આ બન્નેની વચ્ચે પરસ્પર ખુબ જ સારું બોન્ડિંગ છે. અક્ષય એક એવોર્ડ શો માં ડિમ્પલ કાપડિયા સાથે પ્રેંક પણ કરી ચૂક્યા છે.