જ્યોતિષશાસ્ત્રમાં ટુચકાઓનું ખાસ મહત્વ રહેલું છે.જીવનમાં આવતી નાની-મોટી સમસ્યાઓના નિવારણ માટે આ ટુચકા અસરકારક સાબિત થાય છે.આ ઉપાયથી રોગ, માનસિક ચિંતા, શારીરિક પીડા દૂર થાય છે તેમજ ઘરમાં અન્ન-ધન, સુખ-શાંતિ હંમેશા રહે છે.આવો જાણીએ જ્યોતિષશાસ્ત્ર મુજબના કેટલાક ઉપાયો દ્વારા જીવનમાં સુખ-સમૃદ્ધિ સાથે પ્રગતિ મેળવી શકાય છે.
દરેક જણ આર્થિક રીતે સમૃધ્ધ અને જીવનમાં શાંતિની ઇચ્છા રાખે છે.લોકો આ માટે ધ્યાન પણ કરે છે. ધર્મ દાન કરે છે અને દાન પુણ્ય કરે છે, પરંતુ કેટલીકવાર આ બધી બાબતો પણ શાંતિ આપતી નથી. તે વસ્તુઓ વિશે જાણો, જેનાથી ઘરમાં સુખ અને સમૃદ્ધિ આવે છે.જ્યારે પણ કોઈ મહેમાન ઘરે આવે ત્યારે સૌ પ્રથમ તેણે પીવા માટે ઠંડુ પાણી આપવું જ જોઇએ. આ કુંડળીના ઘણા દોષોને દૂર કરે છે. ઘર હંમેશાં શુધ્ધ પાણીથી ભરેલું હોવું જોઈએ
પૂજામાં તિલક કરવા માટે ચંદનનો ઉપયોગ થાય છે. તે ખૂબ જ પવિત્ર માનવામાં આવે છે. તેની સુગંધ ઘરમાં નકારાત્મકતાને સમાપ્ત કરે છે. ચંદન તિલકથી તમામ દેવી-દેવતાઓની પૂજા કરવામાં મનને શાંતિ મળે છે. ચંદન હંમેશાં ઘરમાં રાખવુ જોઈએ, કારણ કે રોજ ચંદ્રની પૂજા કરતી વખતે દેવતાઓને ચંદન અર્પણ કરવું જોઈએ.વીણા દેવી સરસ્વતીને ખૂબ પ્રિય છે. જો તમે વીણાને ઘરે રાખશો તો સરસ્વતી પ્રસન્ન થશે અને બુદ્ધિનો વિકાસ થશે. ધૈર્ય બનાવી રાખવાની પ્રેરણા મળશે.
ઘરમાં હંમેશા ઘી રાખવુ જોઈએ અને તેનું નિયમિત સેવન કરવું જોઈએ. ઘી શક્તિ પ્રદાન કરે છે અને શરીરને સ્વસ્થ રાખે છે. દરરોજ સાંજે ઘીના દીવડાઓ પણ પ્રગટાવવા જોઈએ. પૂજામાં ઘીનું પણ મહત્વ છે. આ કારણોસર ઘરમાં ઘી રાખવાનું કહેવામાં આવે છે.ઘરમાં મધ રાખવાથી વાસ્તુની ઘણી ખામી શાંત થાય છે. વળી, પૂજામાં મધનું મહત્વ છે. આ બધુ ભગવાનને અર્પણ કરવામાં આવે છે.જે ઘરમાં રોજ પૂજા કરવામાં આવે તે ઘરમાં હંમેશાં મધ રાખવું જોઈએ.
સૂર્યોદયના સમયે જો ઘરની છત પર કાળા તલ વિખેરી દેવામાં આવે તો ઘરમાં સુખ સમૃદ્ધિ કાયમ રહે છે.સવારે ઉઠીને મુખ્ય દરવાજાની બહારથી સફાઈ કરીને એક ગ્લાસ પાણી છાંટી દો. તેનથી ઘરમાં બરકત થાય છે. બેંક અને ખિસ્સામાં રૂપિયા ઝડપથી વધવા માંડે છે. આસોપાલવના મૂળમાંથી એક ટુકડો ઘરે લાવી તેને મંદિરમાં રાખી રોજ તેની પૂજા કરવાથી ધનની કમી નથી રહેતી.
પાણીની ડોલમાં 2 ચમચી મીઠુ નાખી દો. પછી પોતું મારો. તેનાથી નકારાત્મક શક્તિઓનો નાશ થાય છે.જો પતિ-પત્ની વચ્ચે ઝગડો થતો રહેતો હોય તો પૂજા ઘરમાં મંગળ યંત્ર મુકો. સાથે જ રોજ રસોઈ બનાવ્યા પછી ચૂલાને દૂધથી ઠંડો કરો. તેનાથી સંબંધોમાં મઘુરતા આવે છે.હંમેશા પૂર્વ કે દક્ષિણ દિશા તરફ માથુ રાખીને સુવો. પૂર્વની તરફ માથુ કરીને સુવાથી વિદ્યાની પ્રાપ્તિ થાય છે. દક્ષિણ દિશા તરફ મોઢુ કરીને સુવાથી ધન અને આયુષ્યમાં વધારો થાય છે.તુલસીના કુંડામાં બીજો કોઈ છોડ ન લગાવશો. તુલસી હંમેશા ઘરની પૂર્વ કે ઉત્તર દિશામાં લગાવો.ઘરમાં તુટેલું ફર્નીચર, વાસણ, કાંચ, ફાટેલા કપડા અને કચરો રહેતો હોય તો તેને ઝડપથી ઘરમાંથી બહાર નીકાળી દો.તિજોરીનુ લોકર હંમેશા બે બોક્સમાં મુકો. એકમાં થોડા રૂપિયા મુકીને બંધ કરો અને તેમાંથી રૂપિયા કાઢશો નહી. બીજા બોક્સમાંથી કામ માટે રૂપિયા કાઢો.