Article

બાઘાની બાવરી રિયલ લાઈફમાં છે એકદમ ગ્લેમરસ, તસવીરો જોઈ અચક પામી જશો…..

નમસ્તે મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે, ઘણા બધા લોકો ટીવીમાં સિરિયલો જોતા હસો, આજે આપણે એવી પોપ્યુલર ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના બધા કલાકારો પ્રેક્ષકોને પસંદ આવે છે અને તેમને તેમના પરિવારના સભ્યો માને છે. આ સિરિયલ માં ગુજરાતી, મરાઠી, બંગાળી, બિહારી, પંજાબી, પારસી, દક્ષિણ ભારતીય પ્રજા બધા એક થઈ ને રહે છે.

તમામ વ્યક્તિ એક્બીજાનાં ઘણા સારા મિત્રો છે અને એક્મેકની બિરાદરી પ્રત્યે સન્માન ધરાવે છે. સોસાયટીનાં લોકો ભેગાં મળી તમામ તહેવારો ઉત્સાહપૂર્વક ઉજવે છે. ક્યારેક તેઓ એક્બીજા સાથે ઝગડે છે, પરંતુ ઝડપથી તેઓ સમાધાન પણ કરી લે છે. જ્યારે જ્યારે કજિયો થાય છે, ત્યારે ત્યારે સોસાયટીના તમામ લોકો ભેગા મળી તેનો ઉકેલ લાવે છે અને એક્બીજાને મદદ કરે છે. સોસાયટીના સભ્યો પરિવારની જેમ સાથે મળીને રહે છે.

આજે અમે તે સિરિયલમાં આવતી બાવરી વિશે જણાવીશું. તારક મહેતા કા ઉલટા ચશ્મા સિરિયલમાં જેઠાલાલ, ચંપક ચાચા, દયાબેન અને ડૉક્ટર હાથી સુધીના એક્ટર ખૂબ જ ફૅમશ છે. આ રોલ પ્લે કરનારા એક્ટર તેમના રોલના નામથી જ ઓળખાય છે. એવું જ એક નામ હતું બાવરી. બાવરીનો રોલ એક્ટ્રસ મોનિકા ભદોરિયા પ્લે કરતી હતી. તેની પંચ લાઇન હતી ‘ગલતી સે મિસ્ટેક હો ગઈ’ ખૂબ જ પોપ્યુલર છે. મોનિકા ભદોરિયાએ વર્ષ 2011માં સિરિયલ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી ટીવીમાં ડેબ્યુ કર્યું હતું.

આ પછી મોનિકાએ ‘ઇસ પ્યાર કો ક્યા નામ દૂ’ અને ‘સજદા તેરે પ્યાર મેં’ સહિતની સિરિયલમાં જોવા મળી હતી. વર્ષ 2013માં પ્રોડ્યૂસર અસિત મોદીએ તેમને ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં બાવરીનો રોલ પ્લે કરવાની તક આપી હતી. આ રોલમાં તે છવાઈ ગઈ હતી. તેમની પોપ્યુલારિટી ખૂબ જ વધી ગઈ હતી. વર્ષ 2019માં એવી વાત સામે આવી હતી કે, તેમણે સિરિયલથી પોતાની અલગ કરી લીધી છે. આ વાતને લીધે ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’ના ફૅન્સ શૉક્ડ હતાં.

એવી પણ વાત સામે આવી હતી કે મોનિકા ભદોરિયા પોતાની ફી વધારવા માગે છે, પણ અસિત મોદીએ તેની ના પાડી દીધી હતી. આ પછી મોનિકાએ સિરિયલ છોડી દીધી હતી. પર્સનલ લાઇફની વાત કરીએ તો મોનિકા ખૂબ જ ગ્લેમરસ લાઇફ જીવે છે. તે સોશિયલ મીડિયામાં ખૂબ જ એક્ટિવ રહે છે. તે ઘણીવાર તેના ફોટો અને વીડિયો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતી રહે છે. ‘તારક મહેતા કા ઉલટા ચશ્મા’માં સીધી-સાદી દેખાતી મોનિકા રિઅલ લાઇફમાં ખૂબ જ બોલ્ડ છે. ફેન્સને તેમનો બોલ્ડ અંદાજ ખૂબ જ પસંદ આવે છે.

મોનિકા ભદોરિયા રિયલ લાઈફમાં એકદમ ગ્લેમરસ દેખાય છે. તેનો જન્મ ગ્વાલિયરમાં થયો હતો અને ત્યાં જ તેણે પોતાનો અભ્યાસ પણ પૂરુ કર્યો હતો. મોનિકા મોડલ બનવા માટે 2006માં મુંબઈમાં આવી હતી. કેમ કે, તેણે નાનપણથી જ એકટિંગનો બહું શોખ હતો. તેમજ ઘણા બધા ફેશન શોમાં તેણે ભાગ પણ લીધો છે. બાવરીનો રોલ કેવી રીતે મળ્યો હતો, આ વિશે બાવરીએ જણાવતા કહ્યું કે, તે એકવાર તેણી મિત્રના ઘરે ગઈ હતી. ત્યાં તેણી માંનો ફોન આવ્યો હતો કે તારક મહેતામાં ઓડિશન ચાલું છે.

તે ઓડિશન આપવા માટે ગઈ અને તેને બાવરીના કેરેક્ટર માટે પસંદ કરવામાં આવી હતી. આ રીતે તેને બાવરીનો રોલ મળી ગયો હતો. તારક મહેતામાં બાવરીનો રોલ જોઈને દર્શકો પોતાનું હસવાનું પણ નહીં કોરી શકતા હોય કેમ કે, તેનું કેરેક્ટર જ એકદમ કોમેડિયન છે ખાસ કરીને તેની ચાલવાની સ્ટાઈલ જોઈને તો હસુ આવી જાય. તમને જણાવી દઈએ કે મોડલિંગ, સીરિયલ સિવાય મોનિકાને ફિલ્મોમાં પણ કામ કરવાની તક મળી છે. તે સિંઘમ રિટર્ન્સમાં જોવા મળી હતી. તેમજ તેણે ઘણી સીરિયલોમાં પણ કામ કર્યું છે. તેમજ બાઘાની બાવરી ગાડી ચલાવવનો પણ શોખ છે અને રિયલ લાઈફમાં તે એકદમ સ્ટાઈલીશ અને સુંદર દેખાય છે.

મોનિકા ભાદોરીયાનો જન્મ 1 નવેમ્બર 1988 મધ્ય પ્રદેશના ગ્વાલિયરના પટેલ નગરમાં થયો હતો. તે નાનપણથી જ મનોરંજનની દુનિયાથી મોહિત હતી. કોલેજમાં હતા ત્યારે મોનિકાએ મિસ એમપી બ્યુટી કોન્ટેસ્ટમાં ભાગ લીધો હતો અને તે સ્પર્ધાના વિજેતા તરીકે બહાર આવી હતી. ત્યારબાદ, તેણે મોડેલિંગની દુનિયામાં પગ મૂક્યો. 2010 માં, મોનિકા ટેલિવિઝન ઉદ્યોગમાં કારકિર્દી બનાવવા માટે મુંબઈ સ્થળાંતર થઈ. મોનિકાએ એક ઇન્ટરવ્યૂમાં ખુલાસો કર્યો હતો કે ટીવી સીરીયલ “નાગિન” માં તેની સપનાની ભૂમિકા મુખ્ય ભૂમિકા નિભાવવાની હતી. નવેમ્બર 2019 માં, શોના નિર્માતાઓએ તેને તેની ફીમાં વધારો આપવાનો ઇનકાર કર્યા પછી, મોનિકાએ શો “તારક મહેતા કા ઓલતાહ ચશ્માહ” માંથી બહાર નીકળી હતી. તે પાછલા 6 વર્ષથી આ શોનો એક ભાગ હતો.

આ શોમાં મુખ્યત્વે જેઠાલાલ ચંપકલાલ ગડા અને તેના પરિવારની રહેણીકરણી આધારીત છે. ગડા પરિવાર કચ્છી ગુજરાતી જૈન પરિવાર છે. જેઠાલાલ એક સફળ વેપારી છે અને “ગડા ઇલેકટ્રોનિક્સ” નામે વિધ્યુતીય ઉપકરણોની દુકાન ચલાવે છે. તેઓ માત્ર ૧૦ ધોરણ સુધી ભણેલા છે અને સારૂ અંગ્રેજી બોલી શકતા નથી. ધારાવાહિક તેમની રોજિન્દી જિન્દગીમાં થતા પ્રસંગો અને તેમના ગોકુલધામ સોસાયટીમાં વસતા લોકો સાથેના અનુભવોને દર્શાવે છે. તેમની ધર્મપત્ની દયા, જે કુટુંબ લક્ષી સ્ત્રી છે અને માત્ર ૭ ધોરણ સુધી ભણેલી છે. તેણી હંમેશા ગરબા કરવા તૈયાર હોય છે અને લોકો તેને ” ગરબા ક્વિન” તરીકે ઓળખે છે.

તેણી હમેશા તેની માતા સાથે ફોન પર વાત કરતી દેખાડવામાં આવી છે અને જેઠાલાલના જુદા જુદા રમુજી નામ શોધે છે. તેણી જેઠાલાલને “ટપુ કે પાપા” તરીકે ઓળખે છે. આમ છતાં, ધારાવાહિકના બે મુખ્ય પાત્રોની વચ્ચે પરસ્પર પ્રેમ અને એકતા છે. તેમને એક ટપુ નામે પુત્ર છે, જે ચતુર અને મસ્તીખોર છે. ચંપકલાલ જયંતીલાલ ગડા, જે જેઠાલાલ ના પિતા છે તે એક દયાળુ વ્યક્તિ અને આદર્શ પિતા છે.

તેઓ ધાર્મિક છે અને પૂરી સોસાયટી તેમનો આદર કરે છે. જ્યારે જ્યારે જેઠાલાલ દયાનું અપમાન કરે છે ત્યારે ત્યારે ચંપકલાલ જેઠાલાલ ને ધમકાવે છે. તે તેમના પિતા સ્વ. જયંતીલાલ ગિરધરલાલ ગડા જેવો જ દેખાવ ધરાવે છે. દયાનો ભાઈ સુંદરલાલ (સુંદર) સોસાયટીનો બિન નિવાસી અગ્રણી છે. દયા તેને “વીરા” કહી ને બોલાવે છે. તારક મહેતા વ્યવસાયે લેખક છે અને ધારાવાહિકના કથાવાચક છે.તે જેઠાલાલના સોસાયટીમાં સૌથી સારા મિત્ર છે.જ્યારે જ્યારે જેઠાલાલ સમસ્યામાં હોય છે ત્યારે ત્યારે તે “ફાયર બ્રિગેડ” તરીકે વર્તે છે.

Leave a Reply

Your email address will not be published.