Janva Jevu

ગુજરાતના આ ગામ માં રહે છે બધા જ કરોડપતિ,જાણો એવું તો શુ હશે કારણ??…

નમસ્કાર મિત્રો અમારા આ લેખમાં આપ સૌનું સ્વાગત છે ગુજરાતના કચ્છમાં ભૂજ પાસે બલ્દિયા ગામ આવેલુ છે આ ગામના લોકોના બેંક ખાતામાં અરબો રૂપિયા જમા થયેલા છે આ ગામમાં કોઇ ગરીબ નથી બધા કરોડપતિ છે ગુજરાતનું સૌથી ધનિક ગામ કહેવામાં આવે છે આ ગામના મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે બળદિયા એશિયાનું સૌથી ધનવાન ગામ ગણાય છે જ્યાં દરેક વ્યક્તિ કરોડપતિ છે.

આખા ગુજરાતમાં એકેય એવો જિલ્લો નથી જેને પોતાની આગવી ભાષા અને સંસ્કૃતિ હોય. આજે વાત આપણે કચ્છની જ કરવાની છે પણ તેની સંસ્કૃતિની નહી કચ્છના એક એવા ગામની જે ગુજરાતમાં નહી પણ આખા એશિયા ખંડમાં સૌથી ધનવાન ગામ છે એ સમૃદ્ધ ગામનું નામ છે માધાપર હા આ જ ગામની વાત અમે તમને કરવા જઈ રહ્યા છીએ.

ગામમાં નવ બેન્કની છે શાખા.આ ગામમાં મોટા ભાગના લોકો વિદેશમાં રહે છે વર્ષમાં 2-3 વખત તે ગામની મુલાકાત જરૂર લેતા હોય છે.ભૂજ શહેર પાસે આવેલા આ ગામની પાસે માધાપુર ગામ આવેલુ છે. જેમાં નવ બેન્કની શાખા પણ છે. જેમાં કરોડો રૂપિયા ભેગા થયેલા છે.

બલ્દિયા-માધાપુર છે કરોડપતિ ગામ.બળદિયા જ નહી પરંતુ ભૂજ પાસે આવેલા માધાપર ગામ પણ કરોડપતિ છે. માધાપુરનું નામ આખા દેશ જ નહી વિદેશમાં પણ જાણીતું છે. માધાપરને એશિયાનું સૌથી ધનવાન ગામ ગણાય છે.ગામની સમૃદ્ધિનો અંદાજ તેના રસ્તા અને ઘર પરથી લગાવી શકાય છે.કેટલી છે વસ્તી.2011ની વસ્તી ગણતરી રિપોર્ટ પ્રમાણે બળદિયાની વસ્તી 5500 જેટલી છે. બળદિયા ભૂજથી 17 કિમી દૂર આવેલુ છે.

માધાપર લગભગ 2 હજાર લોકોની વસ્તી ધરાવતું ગામ છે, જે વ્યક્તિ દીઠ $13,2000ની GDP ધરાવીને દક્ષિણ એશિયાનું સૌથી ધનિક ગામ છે. છેલ્લા થોડા સમયમાં તો ગામમાં લીલોતરી વધી છે અને નવા તળાવો, ચેક ડેમ્સ, અને બોરવેલ પણ બન્યા છે જેના દ્વારા ગામને આખું વર્ષ પીવાનું પાણી મળી રહે છે. આ ગામમાં હેલ્થ સેન્ટર, બાળકોને રમવા માટેના બગીચા અને મંદિરો પણ આવેલા છે.

ઓછી વસ્તી ધરાવતું હોવા છ્તા આ ગામમાં 15 બેન્ક્સ છે. અને તમને એ જાણીને આશ્ચર્ય થશે કે આ ગામની બેન્ક્સ અને પોસ્ટમાં ગામની વસ્તી જેટલી જ કરોડોમાં ડિપોઝિટ જમા છે. એક બે નહી પણ પૂરા 200 કરોડ જમા છે આ ગામ લોકોના બેંકમાં. આવ્યોને ઝાટકો? હા, સાચે જ, અને એટ્લે એ આખા એશિયાનું પૈસાદાર ગામ સાબિત થયું છે. કેમ કે ત્યાં દરેક વ્યક્તિ લાખો રૂપિયાની રકમ જમા છે બેંકમાં. એ તો ઠીક પણ આખા ભારતમાં આટલી બેન્કો ધરાવતું ગુજરાતનું આ એક માત્ર ગામ છે. જે સૌ ગુજરાતી માટે ગર્વ લેવા જેવી વાત છે.

એક સર્વે મુજબ હાલ માધાપર ગામની બેંકસ અને પોસ્ટને જોઈને તો ખ્યાલ આવી ગયો, પરંતુ આ ગામમાં જેવા તમે પ્રવેશો એટ્લે તરત જ તમને મોટા મોટા બંગલોઝ જોવા મળશે. તેમજ આ ગામની અંદર બધાયેલ તમામ મકાનો ગાર્ડન અને આધુનિક સુવિધાઓથી સજ્જ છે. અહીં અંગ્રેજી માધ્યમની મોટી મોટી સ્કૂલ અને કોલેજો છે જ્યા જતાં વેંત જ અહીની મોંઘી મોંઘી શિક્ષણ વ્યવસ્થાનો ખ્યાલ આવી જાય છે.

આ ગામમાંથી ઘરદીઠ એક કે બે વ્યક્તિઓ પોતાનો વ્યવસાય વિદેશમાં જ કરે છે. ત્યાં જ સ્થાયી થઈ ગયા છે. એટ્લે જ આ ગામના એક એક વ્યક્તિ દીઠ જો ગણતરી કરીએ તો 12 લાખથી વધુ રકમ બેન્ક કે પોસ્ટમાં ડિપોઝિટ હોય શકે છે. આ ગામના ઘણા લોકો યુકે, અમેરિકા અને કેનેડા રહે છે. પરંતુ તેઓ પોતાના પૈસા પોતાના ગામમાં જ જમા કરાવવાને પ્રાથમિકતા આપે છે. જેને કારણે આ ગામની બેંકોમાં આટલા બધા રૂપિયા જમા છે.

આ ગામથી વિદેશ જઈને વસેલા લોકો ઘણા વધુ છે અને તેમને વિદેશમાં ગામના નામે કોમ્યુનિટી એસોસીયેશન બનાવ્યું છે. વર્ષ 1968માં લંડનમાં કચ્છ માધાપર કાર્યાલયની સ્થાપના કરવામાં આવી, જે યુકેમાં વસેલા માધાપરના લોકોને ભેગા કરીને સાંસ્કૃતિક કાર્યક્રમો યોજતા હોય છે.

યુકે, અમેરિકા અને કેનેડા સિવાય આફ્રિકામાં અને દુબઈમાં વધારેને વધારે કન્ટ્રક્શન સાઈટો ચાલતી હોવાથી આ સાઇટમા ગુજરાતીઓની માંગ વધારે છે. એટ્લે આ બે દેશમાં મોટેભાગે આ ગામના જ લોકો સ્થાઈ થઈ ગયા છે. આમ વિદેશમાં કમાઈને વતનમાં પોતાની મૂડીનું રોકાણ મોટે પાયે કરી રહ્યા છે આ ગામના લોકો. જેના કારણે આ ગામ આટલું સમૃદ્ધ બન્યું છે.

Leave a Reply

Your email address will not be published.