Article

જાણો કેવી હતું કેશુભાઈ પટેલ (બાપા) નું જીવન,ગણાતા હતા ગુજરાતની રાજનીતિના ભીષ્મ પિતામહ!!…

રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને ભાજપના દિગ્ગજ નેતા કેશુભાઇ પટેલનું નિધન થયું છે. ઉલ્લેખનીય છે કે, તેઓ થોડા સમય પહેલા કોરોના પોઝિટિવ પણ આવ્યા હતા અને તેઓ સાજા પણ થયાં હતા. જો કે ત્યારબાદ તેમને હાર્ટ અટેક આવતા તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. પરંતુ સારવાર દરમિયાન તેમનું નિધન થયું હતુંકેશુભાઇ પટેલનો જન્મ 24જુલાઇ 1928ના રોજ થયો હતો.તેઓ ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે બે વખત, માર્ચ 1995 થી ઓક્ટોબર 1995 અને માર્ચ 1998થી ઓક્ટોબર 2001 સુધી પદ પર રહ્યા હતા.કેશુભાઈએ જાહેર અને રાજકીય જીવનમાં અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે. કેશુભાઈએ અનાજ દળવાની ઘંટી ચલાવવાથી લઈ મુખ્યમંત્રી પદે પહોંચવા સુધી ખૂબ સંઘર્ષ વેઠ્યો છે.

કેશુભાઈ પટેલ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ નેતા હતા. ૨ ઓક્ટોબર ૨૦૦૧ના રોજ તેમણે મુખ્ય મંત્રી પદ પરથી ખરાબ તબિયતને કારણે રાજીનામું આપ્યું. સત્તાનો દૂરઉપયોગ, ભષ્ટાચાર, ખરાબ વહિવટ તેમજ ઉપ-ચૂંટણીઓમાં પક્ષની હાર તેમજ ૨૦૦૧ના ગુજરાત ધરતીકંપમાં રાહતના નાણાંનો દૂરઉપયોગ જેવા કારણોને લીધે ભારતીય જનતા પાર્ટીએ નરેન્દ્ર મોદીને મુખ્ય મંત્રી બનાવ્યા. ૨૦૦૨ની ચૂંટણીઓમાં કેશુભાઇએ ઉમેદવારી ન કરી.

થોડા દિવસ પહેલા પૂર્વ મુખ્યમંત્રી અને ગુજરાત ભાજપના ભીષ્મ પિતામહ એવા કેશુભાઈ પટેલ કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. કેટલાક દિવસથી કેશુબાપાની તબિયત નાદુરસ્ત હતી, ત્યારે તેમનો ટેસ્ટ કરાવાતાં રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતા. 8 સપ્ટેમ્બરના રોજ કેશુબાપા કોરોના પોઝિટિવ હોવાના સમાચાર મળ્યા હતા. કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ બાપા હોમ ક્વોરન્ટીન થયા હતા. તેના 10 દિવસ બાદ તેમનો કોરોના રિપોર્ટ કરાવવામાં આવ્યો હતો, જેનો રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો..

કેશુભાઈના અંગત જીવનની વાત કરીએ તો તેમણે લીલાબહેન સાથે લગ્ન કર્યા હતા. લગ્ન જીવન દરમિયાન તેઓ પાંચ પુત્ર અને એક પુત્રીના પિતા બન્યા હતા. કેશુભાઈનાં પત્ની લીલાબેન પટેલ તેઓના ગાંધીનગર ખાતેના ઘરમાં એક્સરસાઈઝ રૂમમાં શોર્ટ સર્કિટ થતા વર્ષ 2006માં મૃત્યુ પામ્યા હતા. જ્યારે 2017માં પુત્ર પ્રવીણ પટેલનું નિધન થઈ ગયું હતું. જ્યારે 2018માં સંન્યાસી બની ગયા તેમની બીજા દીકરા જગદીશ પટેલનું હાર્ટ એટેકને કારણે અવસાન થયું હતું.

ગુજરાતમાં ભાજપનો ભૂતકાળ જોઈએ તો 1980માં ભાજપની સ્થાપના થઈ ત્યારે પ્રથમ પ્રદેશ પ્રમુખ તરીકે કેશુભાઈ પટેલ હતા. જ્યારે ગુજરાતમાં ભાજપ અને જનતા મો૨ચાની મિશ્ર સ૨કા૨માં કેશુભાઈ પટેલને નાયબ મુખ્યમંત્રી પદ મળ્યું હતું. બાદમાં 1995માં કેશુભાઈ પટેલ ભાજપ શાસનના પ્રથમ મુખ્યમંત્રી બન્યા હતા, ત્યા૨બાદ જે કોઈ પ્રદેશ પ્રમુખ આવ્યા તેમાં ફક્ત હાલના મુખ્યમંત્રી વિજય રૂપાણીને મુખ્યમંત્રી બનવાનો મોકો મળ્યો છે. બંને સૌરાષ્ટ્રના જ નેતાઓ છે અને તેમને મુખ્યમંત્રી પદ સુધી પહોંચવાનો ચાન્સ મળ્યો હતો.

1990માં ભાજપે ચીમનભાઈ પટેલના પક્ષ જનતા દળ સાથે સમજૂતી કરી હતી. ચીમનભાઈના પક્ષને ભાજપ કરતાં માત્ર 3 જ બેઠકો વધારે મળતાં તેઓ મુખ્યમંત્રી બન્યા અને કેશુભાઈ પટેલ ભાજપ-જનતા દળની સંયુક્ત સરકારમાં નંબર-2 બન્યા હતા. પરંતુ ભાજપે 1995ની ચૂંટણીઓમાં કોઈ પક્ષ સાથે બેઠકોની સમજૂતી કરી નહીં અને કેશુભાઈના નેતૃત્વમાં એકલે હાથે ભાજપને 121 બેઠકો સાથે જંગી બહુમતી મળી હતી.

2 ઓક્ટોબર 2001ના રોજ પટેલ પોતાના ખરાબ સ્વાસ્થ્યના કારણે મુખ્યમંત્રી પદેથી રાજીનામુ આપ્યું હતું. સત્તાના દુરપયોગ, ભ્રષ્ટાચાર અને ખરાબ પ્રસાશનના આરોપ, 2001માં ભુજ ભુકંપ દરમયાન રાહતકાર્યમાં કુપ્રબંધનની સાથે સાથે પેટાચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીની હાર અને ભાજપને સીટની નુકશાની, ભાજપના રાષ્ટ્રીય નેતૃત્વને ગુજરાતને મુખ્યમંત્રીના કાર્યલયમાં નવી જવાબદારી શોધવા માટે પ્રેરીત કર્યાં. ત્યારે નરેન્દ્ર મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યાં. 2009માં પટેલ વિધાનસભાની ચૂંટણી લડ્યા ન હતા. તે 2002માં રાજ્યસભામાં નિર્વિરોધ વરણી કરાઈ હતી.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી આદરણીય શ્રી કેશુભાઈ પટેલના નિધનના સમાચાર અત્યંત દુઃખદ છે. તેમના નિધનથી ગુજરાતના રાજકારણમાં અને જાહેર જીવનમાં મોટી ખોટ પડી છે.ઈશ્વર સદગતના આત્માને શાંતિ અર્પે તથા આ આઘાત સહન કરવાની શક્તિ કુટુંબીજનોને આપે તેવી પ્રાર્થના..

Leave a Reply

Your email address will not be published.