નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં વધુ એક બળાત્કારની ઘટના સામે આવતાં ખળભળાટ મચી ગયો છે પાલનપુરમાં ધોરણ-12 સાયન્સમાં અભ્યાસ કરતી સગીરા પર યુવકે બળાત્કાર ગુજાર્યો છે સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી યુવકે દુષ્કર્મ આચરતા ફરિયાદ નોંધાઇ છે.
સગીરાએ નોંધાવેલી ફરિયાદ પ્રમાણે યુવક છેલ્લા સાત-આઠ મહિનાથી તેના પિતાના પાન પાર્લર પર અવાર-નવાર સીગારેટ પીવા માટે આવતો હતો જેથી સગીરાને તેની સાથે પરિચય થયો હતો યુવક સગીરાને ફોસલાવીને વાતચીત કરતો હતો જોકે આ સિવાય તેની સાથે કોઈ સંબંધ નહોતો.
આજથી ચાર મહિના પહેલા રાત્રે સાડા અગિયાર વાગ્યે સગીરા પોતાના ઘરમાં અભ્યાસ કરતી હતી તેની માતાને લાઇટ ચાલું હોય તેની માતાને ઉંઘ ન આવતા તેઓ ઉપરના રૂમમાં સૂવા જતા રહ્યા હતા દરમિયાન યુવકે સગીરાની સીડીનો દરવાજો ખખડાવ્યો હતો જેથી સગીરાએ કોઈ કામ હશે તેમ સજી દરવાજો ખોલતાં તે રૂમમાં આવી ગયો હતો મેં મારી મમ્મીને બોલાવવાનું કહેતા તેણે ના પાડી હતી અને ત્યાં જ બેસી ગયો હતો.
આ પછી તેણે સગીરાને ફોસલાવી તેની સાથે અડપલા કરવા લાગ્યો હતો સગીરાએ આવું ન કરવાનું કહેતા જાનથી મારી નાંખવાની ધમકી આપતાં સગીરા ડી ગઈ હતી જેનો લાભ લઈ યુવકે સગીરાને બળજબરથી કપડા ઉતારી નાંખ્યા હતા અને તેના જ પલંગ પર બળાત્કાર ગુજાર્યો હતો આ અંગે કોઈને કહેશે તો બદનામ કરવાની અને જાનથી મારી નાંખવાની ધમકી આપી યુવક ઘરેથી જતો રહ્યો હતો.
સગીરાએ ફરિયાદમાં જણાવ્યું છે કે આ ઘટનાથી ખૂબ જ ડરી ગઈ હતી અને આ અંગે કોઈને વાત કરી નહોતી. તેમજ તે પોતાની નાનીના ઘરે જતી રહી હતી જોકે, યુવક ત્યાં પણ આવી પહોંચી ગયો હતો તેમજ ઘરની આજુબાજુ આંટાફેરા કરતો હતો યુવકને સગીરાની નાની જોઈ જતાં તેને ઠપકો આપીને ભગાડી દીધો હતો. આ પછી સગીરા 24મી ઓક્ટોબરે તેના નાનીના ઘરેથી પરત પાલનપુર પોતાના ઘરે આવી હતી.
સગીરા ઘરે આવતાં જ યુવક તેના ઘરની સામે બેસી રહતો હતો અને તેની સામે જોયા કરતો હતો જેને કારણે તેનું ભણવામાં ધ્યાન લાગતું નહોતું આમ યુવક સતત તેની પાછળ પડી જતાં અંતે કંટાળીને સગીરાએ પોતાના મમ્મી-પપ્પાને આ અંગે વાત કરી હતી જેથી તેમણે ફરિયાદ કરવાનું કહેતા સગીરા પોલીસ સ્ટેશન પહોંચી હતી અને મોન્ટ બાયડ સામે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે સગીરાની ફરિયાદને આધારે વધુ તપાસ હાથ ધરી છે.
બીજો એક આવો જ કિસ્સો સામે આવ્યો છે જેના વિશે આપણે જાણીશું દમણમાં શુક્રવારે પ્રકાશમાં આવેલી અહીંની એક કોલેજમાં અભ્યાસ કરતી સ્ટુડન્ટ ઉપર ગુજરાતના આણંદની એક એન્જિનિયરિંગ કોલેજના મનાતા 11 જેટલા વિદ્યાર્થીઓ દ્વારા સામૂહિક દુષ્કર્મ કર્યાની ઘટનાએ સમગ્ર સંઘપ્રદેશ તથા સમગ્ર ગુજરાતમાં ખળભળાટ મચી ગયો છે.
આશ્ચર્યની વાત તો એ છે કે પોલીસે કાયદેસરની એફઆઇઆર ફાડી છે આ 11 સ્ટુડન્ટ્સ જે વયસ્ક છે અને ધનવાન કુટુંબના હોવાના કારણે પોલીસ તેમના નામ છૂપાવીને તોડબાજી કરી રહી હોવાની ચર્ચા સમગ્ર સંઘપ્રદેશ અને દક્ષિણ ગુજરાતમાં ચાલી રહી છે જોકે, પોલીસના જણાવ્યા મુજબ FIRમાં આરોપીઓના નામ નથી.
બનાવની પ્રાપ્ત વિગત મુજબ દમણમાં અભ્યાસ કરતી 20 વર્ષીય સ્ટુડન્ટ જે ઇન્સ્ટાગ્રામના માધ્યમથી એક સ્ટુડન્ટના સંપર્કમાં આવી હતી અને તેની સાથે મિત્રતા બંધાતા સ્ટુડન્ટે તેને દમણ મળવા માટે બોલાવ્યો હતો. 21મી એપ્રિલે ગુજરાતના આણંદની એન્જિનિયરિંગ કોલેજનો વિદ્યાર્થી મિત્ર પોતાના અન્ય 10 જેટલા મિત્રને પણ સાથે લઇને સફેદ કલરની કારમાં સ્ટુડન્ટને નાની દમણ એરપોર્ટ રોડ ઉપર પુખરાજ હોટલની બાજુમાં મળવા માટે આવ્યો હતો જયાંથી તે આ સ્ટુડન્ટનું અપહરણ કરી ભીમપોર ખાતે લઇ જઇ તમામે સામૂહિક દુષ્કર્મ આચર્યુ હતું બીજા દિવસે તેને આણંદ ખાતે ફલેટમાં લઇ જઇ ત્યાં પણ દુષ્કર્મ આચર્યુ હતું ત્યારબાદ દમણ લાવી તેને છોડીને નાસી ગયા હતા.
બાદમાં કામિનીને દમણ ખાતે છોડી દેવાઇ હતી કામિની તેમજ તેના પરિવારજનોએ ગઈકાલે દમણ પોલીસમાં ગેંગરેપ ગુજારનારાઓ વિરૃદ્ધ ફરિયાદ નોંધાવી હતી. જેને પગલે દમણ પોલીસે ૧૧ વિદ્યાર્થીઓ વિરૃદ્ધ બળાત્કાર અપહરણ સહિતની જુદીજુદી કલમ હેઠળ ગુનો નોંધી અટક કરી છે.
આજે સાંજે દમણના પોલીસ સુપ્રિટેન્ડેન્ટ ઈશ સિંઘલે પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું હતું કે દમણમાં અભ્યાસ કરતી આ વિદ્યાર્થિની ઈન્સ્ટાગ્રામના માધ્યમથી આરોપીના સંપર્કમાં આવી હતી બાદમાં આણંદની કોલેજમાં અભ્યાસ કરતાં સુરત રાજકોટ ભાવનગર નવસારીના વિદ્યાર્થીઓએ ભીમપોર અને આણંદમાં કામિની પર ગેંગરેપ કર્યો હતો.
જોેકે હાલ આ સમગ્ર મામલો પેચીદો અને તપાસ હેઠળ હોવાથી વધુ માહિતી આપવાનો ઈન્કાર કર્યો હતો. એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓનું ભવિષ્ય બરબાદ ના થાય તે માટે તપાસ જ્યાં સુધી પૂર્ણ ના થાય ત્યાં સુધી આરોપી વિદ્યાર્થીઓના નામો પણ જાહેર કરવાની સ્પષ્ટ ના પાડી હતી સિંઘલે જણાવ્યુ હતું કે કામિની બે વિદ્યાર્થીઓના નામો જાણે છે જ્યારે અન્યોના નામો જાણતી નથી.
મેડિકલ તપાસમાં પણ વિદ્યાર્થિની સાથે દુષ્કર્મ થયું હોવાનું બહાર આવ્યું છે દમણમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિની પર બે વખત એન્જિનિયરીંગના વિદ્યાર્થીઓ દ્વારા ગેંગરેપની ફરિયાદને પગલે ખળભળાટ મચી ગયો છે પોલીસે ઘટનામાં તપાસ અંતર્ગત કોલ ડીટેઇલ લોકોના નિવેદનો તેમજ બાતમીદારો પાસેથી માહિતી એકત્ર કરવાનું શરૃ કર્યું છે.
આ અંગેની ફરિયાદ બાદ તેની તપાસ દમણ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી હતી ક્રાઈમ બ્રાન્ચના પોલીસ ઈન્સ્પેક્ટર બી.ટી.પુરોહિત સોમવારે વિદ્યાનગર ખાતે આવ્યા હતા અને તેમણે વિદ્યાનગર પોલીસની મદદ લઈ તપાસ હાથ ધરી હતી યુવતીએ આપેલા નામ-સરનામાં પરથી ગેંગરેપમાં સંડોવાયેલા તમામ શકમંદોની અટકાયત કરી હતી.