Ajab Gajab

પ્રેમી સાથે અંગત પડો માણવા પત્નીએ પોતાનાં પતિને બિયર પીવડાવી ત્યારબાદ જે થયું તે જાણી તમે ચોંકી જશો…..

પજેમ આપણે બધા જાણીએ છીએ, પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મૂલ્યવાન છે. દરેક પતિ અને પત્નીના સંબંધનો પાયો સત્ય અને ઇમાનદારીમાં છે. આ કિસ્સામાં, બન્નેને એકબીજા પ્રત્યે વફાદાર ત્યારેજ ગણવામાં આવે છે, જ્યારે બન્ને તેમના સંબંધમાં સત્ય ને સહકાર આપે છે.એક રીતે કહીએ તો પતિ અને પત્નીના સંબંધોનું બંધન ખૂબ જ નાજુક હોય છે. જેમ આપણે બધા જાણીએ છીએ, પતિ-પત્ની વચ્ચેનો સંબંધ સૌથી મૂલ્યવાન છે.

દરેક પતિ અને પત્નીના સંબંધનો પાયો સત્ય અને ઇમાનદારીમાં છે. આજે અમે તમને આ લેખમાં જણાવીશું કે એક પત્નીએ પોતાના પ્રેમીને પામવા માટે પતિની કરાવી નાખી હત્યા.પતિથી નાખુશ મહિલાને અન્ય પુરુષ સાથે પ્રેમ થઈ ગયો. જે પછી તેણે પોતાના પતિને હટાવવા માટે ખતરનાક યોજના બનાવી. તેણે એક રાતે પતિને કહ્યું કે- તેને બીયર પીવાની ઈચ્છા થઈ રહી છે. પતિએ આ અંગે કોઈ વાંધો નહોતો. બંનેએ સાથે મળી બીયરની મજા માણી.

પરંતુ મહિલાના પતિને નહોતી ખબર કે પત્નીએ બીયરમાં ઊંઘની ગોળીઓ ભેળવી દીધી હતી.બીયર પી પતિ બેભાન થઈ ગયો, તક મળતા મહિલાનો પ્રેમી ઘરમાં ઘુસી આવ્યો. તેણે પોતાના સાથીઓની મદદથી મહિલાના પતિને ગોળી મારી. જે પછી મહિલાએ બુમો પાડી એવો દેખાડો કર્યો કે ઘરમાં ઘુસેલા બદમાશોએ તેના પતિની હત્યા કરી. જોકે મહિલાનું જુઠ્ઠાણું વધુ ટકી શક્યું નહીં, તેણે આ કાવતરું રચ્યું હતું. ઘટના શુક્રવાર રાતે ઘટી હતી, મર્ડર મિસ્ટ્રી સોલ્વ થતા જ પોલીસે તેનો ખુલાસો કર્યો હતો.

પ્રેમીએ દેશી તમંચાથી ગોળી મારી, ટ્રાઝિટ કેમ્પના પીઆઈ વિદ્યાદત્ત જોશીએ જણાવ્યું કે, મૃતક સમીર વિશ્વાર અરવિંદ નગર વોર્ડમાં નંબર -3 ટ્રાન્ઝિટ કેમ્પમાં રહેતો હતો. તેની ઘરમાં સુતા સમયે ગોળી મારી હત્યા કરવામાં આવી હતી. આ મામલે સમીરની પત્ની અને તેના પ્રેમી વિશ્વજીત રાય ઉપરાંત મહેશ સરકાર અને શિવ અધિકારી નામના વ્યક્તિની ધરપકડ કરવામાં આવી હતી.મૃતકની પત્ની અને વિશ્વજીત વચ્ચે ઘણા સમયથી આડાસંબંધો હતા. તેની જાણ સમીરના પરિવારજનોને થઈ ગઈ હતી.

તેમણે પંચાયત બોલાવી આ વાત ઉકેલવાનો પ્રયાસ કર્યો પરંતુ તેમા સફળતા ના મળી. સમીર પણ ઘણીવાર પત્નીને સમજાવી ચૂક્યો હતો.પ્રેમીને છોડવા નહોતી માગતી મહિલા, મૃતક સમીરની પત્ની પોતાના પ્રેમીને છોડવા માગતી નહોતી. તેથી તેણે પતિની હત્યા કરવાની યોજના બનાવી. તેની બીયરમાં ઊંઘની ગોળી મેળવી દીધી. સમીરે બેભાન થતા જ વિશ્વજીત, મહેશ અને શિવને અંદર બોલાવી લીધા. બંને સમીરની હત્યા કર્યા બાદ ભાગી ગયા.બીજો જ એક એવો કિસ્સો સામે આવ્યો છે જેમાં પ્રેમીને પામવા માટે કોઈ પત્ની આટલી હદ સુધી નમી શકે છે જાણો આ ઘટના વિશે વિગતે.

પતિ પત્ની અને વો જેવી સ્થિતિનું નિર્માણ થયુ છે.પોતાના પ્રેમીને પામવા માટે એક પત્નીએ પોતાના જ પતિનું પ્રેમી સાથે મળીને કાસળ કાઢી નાખ્યુ. મૃતક પુરૂષનો મૃતદેહ મળ્યો ત્યારે તેની જ પત્નીએ એવી તો સ્ટોરી બનાવી કે પોલીસ પણ અવળે રસ્તે પહોંચી ગઇ હતી જો કે કહેવાય છે કે સત્ય છાપરે ચડીને પોકારે છે. એમ આ મર્ડર મિસ્ટ્રીનો પણ થઇ ગયો પર્દાફાશ,કઇ રીતે વાંચો આ ખાસ અહેવાલ.

પોલીસના સકંજામાં રહેલા આ બંન્ને શખ્સો હત્યારા છે. કાળા મુખોટાથી પોતાનું મોં છુપાવી રહેલા આ બંન્નેએ એક નિર્દોષને મોતને ઘાટ ઉતારી દીધો છે. આ બંન્નેમાં જે મહિલા છે તેનું નામ કિરણ ગોહેલ છે જેના પર  તેની બાજુમાં ઉભેલા મયુર ઉર્ફે મયલો ચાવડીયા નામના પ્રેમી સાથે મળીને તેના જ પતિ પરેશ ઉર્ફે પવો ગોહેલની હત્યા કરવાનો આરોપ છે.

દિયર સાથે મળીને હત્યા કરી હોવાનો આરોપ, તારીખ 8 નવેમ્બરે રાજકોટના કોઠારિયા વિસ્તારમાંથી પરેશની લાશ મળી હતી જેમાં પોલીસને પરેશની પત્ની કિરણ પહેલા જ શંકાના ઘેરામાં લાગતી હતી જ્યારે તેની પુછપરછ કરી ત્યારે તે મોબાઇલ ફોનનો ઉપયોગ ન કરતી હોવાની કબુલાત આપી જો કે કિરણ પાસેથી મોબાઇલ ફોન પણ મળ્યો જ્યારે મોબાઇલનું જુઠ્ઠાણું પકડાયું ત્યારે કિરણે પોતાનો પતિ પરેશ તેને ઢોર માર મારતો હોવાથી તેના બે દિયર અને સંતાન સાથે મળીને મોતને ઘાટ ઉતારી દીઘાની સ્ટોરી ઉભી કરી હતી.

પોલીસે ફોડ્યો ભાંડો, આ અંગે પણ પોલીસે તપાસ કરી જો કે કિરણે ઉભી કરેલી સ્ટોરી અને ઘટના સ્થળમાં મળેલા પુરાવામાં વિસંગતતા જોવા મળતા પોલીસે તેની આગવી ઢબે પુછપરછ કરી જેમાં કિરણ પોપટ બની અને પોતે તેના પ્રેમી મયુર સાથે મળીને હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

શા માટે કરી હત્યા, પોલીસના કહેવા પ્રમાણે કિરણ અને મયુર છેલ્લા બે વર્ષથી એકબીજાના પ્રેમમાં છે. બંન્ને બે વર્ષ  પહેલા દ્રારકા ખાતે સંપર્કમાં આવ્યા હતા. અને ત્યારબાદ એકબીજાને અવારનવાર મળતા હતા. જો કે કિરણ અને મયુરના આ સબંધો વિશે કિરણનો પતિ પરેશ બધુ જ જાણી ગયો હતો.  તેના કારણે જ તે કિરણના વર્તન પર નજર રાખતો હતો જે વાત કિરણે તેના પ્રેમી મયુરને કરી હતી. કિરણે મયુરને પરેશ ક્યાં ક્યાં સ્થળે ક્યારે અને કેટલા વાગ્યે જાય છે તેની માહિતી આપી હતી.

જેના આઘારે 8 મી નવેમ્બરે  જ્યારે પરેશ તેના ઘરેથી નિકળ્યો ત્યારે મયુરે તેનું અપહરણ કરીને અવાવરૂ સ્થળે તેને ગળેટૂંપો આપીને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પોલીસે કરી ધરપકડ, હાલ તો પોલીસે આ બંન્નેની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે વધુ તપાસ શરૂ કરી છે,જો કે રાજકોટમાં ફરી પતિ,પત્ની અને વોની વારદાતમાં એક નિર્દોષ વ્યક્તિનો ભોગ લેવાયો છે. જ્યારે પોતાના જ પતિનું કાસળ કાઢી નાખનાર કિરણને હવે પસ્તાવા સિવાય કોઇ વિકલ્પ રહ્યો નથી.

Leave a Reply

Your email address will not be published.