Ajab Gajab

રાવણ ને માર્યા બાદ ફરીથી શ્રીલંકા ગયા હતાં ભગવાન શ્રી રામ જાણો શુ હતું તેનું કારણ…

વાલ્મીકિ રામાયણ મુજબ, આપણે બધા એ વાત જાણીએ છીએ કે લંકા પર ચઢાઈ કરતી વખતે શ્રી રામના કહેવા પર વાનરોએ અને ભાલુઓ એ રામ સેતુ બનાવ્યો હતો. પરંતુ જ્યારે શ્રી રામ ફરી વિભીષણને મળવા ગયા ત્યારે તેમણે રામ સેતુનો એક ભાગ જાતે તોડી નાખ્યો, આ વાત બહુ ઓછા લોકો જાણે છે.

વાલ્મીકિ રામાયણ મુજબ, આપણે બધા જાણીએ છીએ કે લંકા પર ચઢાઈ કરતી વખતે વાનરોઓ અને રીંછોએ ભગવાન શ્રી રામના કહેવા પર રામ સેતુ બનાવ્યો હતો. પરંતુ જ્યારે શ્રી રામ ફરી વિભીષણને મળવા ગયા ત્યારે તેમણે રામ સેતુનો એક ભાગ જાતે તોડી નાખ્યો, આ વાત બહુ ઓછા લોકો જાણે છે. આને લગતી વાર્તા પદ્મ પુરાણના સર્જનના વિભાગમાં મળે છે, જે નીચે મુજબ છે…

શ્રીરામ આ કારણે ગયા હતા લંકા.

પદ્મ પુરાણ અનુસાર, અયોધ્યાના રાજા બન્યાના એક દિવસ પછી ભગવાન શ્રી રામને વિભીષણનો વિચાર આવ્યો. તેમણે વિચાર્યું કે રાવણના મૃત્યુ પછી વિભીષણ લંકા પર શાસન કરી રહ્યા છે, તેમને કોઈ પરેશાની તો નથી. શ્રીરામ જ્યારે આ વિચારી રહ્યા હતા, ત્યારે તે જ સમયે ત્યાં ભરત પણ આવ્યા. ભરતએ પૂછ્યું ત્યારે શ્રીરામે તેમને આખી વાત જણાવી. જ્યારે આવો વિચાર મનમાં આવ્યો ત્યારે શ્રીરામે લંકા જવાનો વિચાર કર્યો. ભરત પણ તેની સાથે જવા તૈયાર થયા. શ્રી રામ અને ભરત પુષ્પક અયોધ્યાની રક્ષા લક્ષ્મણને સોંપીને વિમાન પર સવાર થઈને પછી લંકા ગયા હતા.

જ્યારે સુગ્રીવ અને વિભીષણ શ્રી રામને મળ્યા.

પુષ્પક વિમાનથી લંકા જતા હતા ત્યારે રસ્તામાં કિશ્ચિન્ધા નગરી આવી. શ્રી રામ અને ભરત ત્યાં થોડો સમય રોકાયા અને સુગ્રીવ અને અન્ય વાનરોને પણ મળ્યા. જ્યારે સુગ્રીવને ખબર પડી કે શ્રી રામ અને ભરત વિભીષણને મળવા જઇ રહ્યા છે, ત્યારે તેઓ તેમની સાથે જોડાયા. રસ્તામાં શ્રીરામે ભરતને પુલ બતાવ્યો જે વાનરોઓ અને ભાલુઓ એ સમુદ્ર પર બાંધ્યો હતો. લંકા જઈને શ્રી રામ, ભરત અને સુગ્રીવ વિભીષણને મળ્યા.

શ્રીરામે આ કારણે તોડ્યો હતો પુલ.

શ્રી રામ લંકામાં ત્રણ દિવસ રહ્યા અને વિભીષણને ધર્મ અને અન્યાય વિશે જ્ઞાન આપ્યું. જ્યારે શ્રી રામ ફરીથી અયોધ્યા જવા માટે પુષ્પક વિમાનમાં બેસવા લાગ્યા, ત્યારે વિભીષણે તેમને કહ્યું કે – શ્રી રામ, તમે મને કહ્યું હતું તેમ હું ધર્મપૂર્વક રાજ કરીશ. પરંતુ આ સેતુના માર્ગથી જ્યારે મનુષ્ય અહીં આવીને મને સતાવે તો એ સ્થિતિમાં મારે શું કરવું જોઈએ?? વિભીષણના કહેવા પર શ્રીરામે તેના તીરથી સેતુના બે ટુકડા કરી દીધા. પછી, ત્રણ ભાગ કરીને, મધ્યનો ભાગ પણ તેમના તીરથી તોડી નાખ્યો. આ રીતે શ્રી રામે પોતે રામ સેતુ તોડી નાખ્યો.

Leave a Reply

Your email address will not be published.