નમસ્કાર મિત્રો અમારા આ આર્ટિકલમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આજે હું આપ સૌના માટે એક નવી આર્ટિકલ લઈ ને આવ્યો છું અને મિત્રો આજે આપણે જાણીશું કે આજ સુધી કોઈ મહિલા ને ફાંસી આપવામાં છે ૨૦૧૨ ની દિલ્હી ગેંગરેપ અને એક યુવાન વિદ્યાર્થીની હત્યા પછી બળાત્કારની સંડોવણીમાં હત્યાના કેસોમાં ફાંસીની સજા માટે નવા કાયદા રજૂ કરવામાં આવ્યા હતા રેકોર્ડ્સ દર્શાવે છે કે કોઈ પણ મહિલાને ક્યારેય ફાંસી આપવામાં આવી ન હતી પરંતુ બે મહિલાઓને ચોક્કસપણે ફાંસીની સજા આપવામાં આવી હતી.
પ્રથમ વખત કોર્ટે મહિલાઓ સામે ફાંસીની સજાનો ઉપયોગ કર્યો હતો 41 વર્ષની રેણુકા શિંદે અને 36 વર્ષીય સીમા ગાવિતને 2001 માં પશ્ચિમ રાજ્યના મહારાષ્ટ્રમાં પાંચ બાળકોનું અપહરણ કરીને હત્યા કરવા બદલ દોષી ઠેરવવામાં આવ્યા હતા.મૂળરૂપે 13 બાળકોના મોતનો આરોપ લગાવતા કોર્ટે સાંભળ્યું કે તેઓ ભીખ માંગવાના ઓપરેશનના ભાગરૂપે યુવકનું અપહરણ કરે છે અને પછી તેનો કોઈ ઉપયોગ થતો ન હતો ત્યારે નિર્દયતાથી તેનો નિકાલ કરવામાં આવે છે.
2004 મા એક અપીલ કોર્ટે તેની મૃત્યુ સજાને સમર્થન આપ્યું હતું અને બે વર્ષ પછી ભારતની સુપ્રીમ કોર્ટે પણ એવું જ કર્યું હતું ભારતના તત્કાલીન રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ તેમની સ્પષ્ટતા માટેની અપીલ નામંજૂર કરી હતી.
તો મિત્રો બીજી એક મહિલા વિશે આપણે વાત કરીશું રાતનબાઈ જૈન વિશે તો મિત્રો ચાલો આપણે જાણીએ રતનબાઈ જૈન એમનું નામ હતું આ નામ ભાગ્યે જ કોઈની જાણમાં હશે આજે વિશ્વભરમાં દેહાંત દંડ આપવો કે નહીં તે અંગે ચર્ચા છે ત્યારે યાદ રહે કે ભારતમાં ફાંસીએ લટકાવવામાં આવી હોય તેવી એક માત્ર મહિલા રતનબાઈ જૈન હતી અને તે પણ સ્વતંત્રતા બાદ આ મહિલાને ફાંસી આપવામાં આવી હતી.કોઈને કોઈ ગુનાસર ફાંસીની સજા તો બીજી અનેક મહિલાઓને સંભળાવવામાં આવી હતી પરંતુ ફાંસીના ફંદામાં ઝૂલવાવાળી એકમાત્ર મહિલા રતનબાઈ જૈન હતી.
વાત એમ હતી કે દિલ્હીના સદર બજારમાં સંતતિ ઉત્પન્ન કરવાનું કામ કરતું એક ફર્ટિલીટી ક્લિનિક હતું જેનો માલિક વિજ્ઞાપનમાં રતનબાઈ જૈનનું નામ આપતો હતો. કહેવામાં આવે છે કે એની પત્નીનું મોત નીપજ્યાં બાદ તે માણસ જે સ્ત્રી સાથે લગ્ન કરે તેનું નામ રતનબાઈ જૈન રાખતો હતો અને એ જ નામે ક્લિનિકની જાહેરાતો કરતો હતો.
એ ક્લિનિકમાં અનેક યુવતીઓ કામ કરતી હતી. રતનબાઈ જૈનને એવી શંકા હતી કે તેના પતિને ત્રણ મહિલા કર્મચારીઓ સાથે આડો સંબંધ છ આ સંદેહના કારણે રતનબાઈ જૈને એક દિવસ ભગવાનના પ્રસાદમાં બજારમાંથી ખરીદી લાવેલ સંખિયાં એક પ્રકારનું ઝેર મિલાવીને એ ત્રણેય મહિલા કર્મચારીઓને ખવરાવી દીધું એ ત્રણેય મહિલા કર્મચારીઓનાં મોત નીપજ્યાં.
પોલીસ ફરિયાદ થઈ.
પોલીસ તપાસમાં ત્રણેય મહિલા કર્મચારીઓનું મોત ઝેર આપવાના કારણે થયું છે તે સાબિત થયું ઝેર મિશ્રિત પ્રસાદ આપનાર ક્લિનિકના માલિકની પત્ની રતનબાઈ જૈન છે તે પણ સાબિત થયું ચાર્જશીટ થઈ કોર્ટે રતનબાઈ જૈનને એ ત્રણેય મહિલાઓના ઇરાદાપૂર્વક મોત માટે કસૂરવાર ઠેરવી જે દુકાનેથી રતનબાઈ જૈને ઝેર ખરીદ્યું હતું તે દુકાનદારે પણ જુબાની આપી. બીજા સાક્ષીઓએ પણ રતનબાઈ જૈન વિરુદ્ધ જુબાની આપી.
કોર્ટે રતનબાઈ જૈનને ફાંસીની સજા ફરમાવી.તા ૩ જાન્યુઆરી ૧૯૫૫ના રોજ રતનબાઈ જૈનને ફાંસી આપવામાં આવ તે પછી બીજી અનેક મહિલાઓ પર ભયાનક ગુનાઓના આરોપસર મુકદમા ચાલ્યા અનેક મહિલાઓને ફાંસીની સજા ફરમાવવામાં આવી પરંતુ ન્યાયાલયોમાં અને રાષ્ટ્રપતિશ્રીની પાસે તેમની દયાની અપીલોને કારણ બીજી કોઈ મહિલાને આજ સુધી ફાંસીના માંચડે લટકાવવામાં આવી નથી.
દેશના પૂર્વ વડા પ્રધાન રાજીવ ગાંધીની હત્યાના કેસમાં સંડોવાયેલી મનાતી એક મહિલા પણ હજુ જેલમાં સુરક્ષિત છે આ તો ક્રિમિનલ ગુના સાથે સંકળાયેલી મહિલાની વાત થઈ પરંતુ આઝાદી પહેલાં અંગ્રેજોએ અનેક દેશભક્તોને ફાંસી આપેલી છે.ઇતિહાસ લાંબો છે પરંતુ દિલ્હીની જેલમાં પ્રથમ જે ત્રણ શહીદોને ફાંસી આપવામાં આવી તેમાં માસ્ટર અમીરચંદ માસ્ટર અવધ બિહારી અને ભાઈ બાલમુકુન્દનો સમાવેશ થાય છે તેમના ચોથા સાથી બસંતકુમાર બિશ્વાસને અંબાલાની જેલમાં ફાંસી આપવામાં આવી હતી.
આ ફાંસીની ઘટનાઓ પાછળથી કહાણી જાણવા જેવી છ નોંધપાત્ર વાત એ છે કે પહેલાં દેશની રાજધાની કલકત્તા હતી ૧૯૧૧માં દેશની રાજધાની કલકત્તાથી દિલ્હી લાવવામાં આવી. એ સંદર્ભમાં તા.૨૩ ડિસેમ્બર, ૧૯૧૨ના રોજ લોર્ડ હાર્ડિંગ હાથી પર બેસી એક જુલૂસ દ્વારા દિલ્હીના ચાંદની ચોકથી નીકળ્યા હતા.એ વખતે ઘંટાઘર પાસે આઝાદીના ક્રાંતિકારીઓએ તેમની ઉપર બોમ્બ ફેંક્યો લોર્ડ હાર્ડિંગને થોડીક ઈજા થઈ તેઓ બાલ-બાલ બચી ગયા પરંતુ તેઓ જે હાથી પર બેઠા હતા તે હાથીનો મહાવત માર્યો ગયો શ્રીમતી હાર્ડિંગ પણ બચી ગયા.
વાત એમ હતી કે એ વખતે પંજાબ અને બંગાળના ક્રાંતિકારી રાસબિહારી બોઝના નેતૃત્વમાં કેટલાંક ક્રાંતિકારીઓ અંગ્રેજો વિરુદ્ધ સ્વતંત્રતા આંદોલન ચલાવી રહ્યા હતા અંગ્રેજોના શાસન વખતે કોર્ટમાં એ વાત સાબિત થઈ કે બોમ્બ રાસ બિહારી બોઝે ફેંક્યો હતો પરંતુ રાસ બિહારી બોઝ ભૂગર્ભમાં ચાલ્યા ગયા. તેઓ જાપાન જતા રહ્યા.
લોર્ડ હાર્ડિંગ બોમ્બ પ્રકરણમાં રાસ બિહારી બોઝના સાથીઓ માસ્ટર અમીરચંદ માસ્ટર અવધ બિહારીલાલ, ભાઈ બાલમુકુન્દ અને બસંતકુમાર બિશ્વાસને ફેબ્રુઆરી, ૧૯૧૪માં પકડી લેવામાં આવ્યા તેમની સામે બોમ્બ ફેંકવાના કાવતરામાં સામેલ થવાના આરોપસર કેસ ચલાવવામાં આવ્યો તા. ૫ ઓક્ટોબર ૧૯૧૪ના રોજ કોર્ટે તેમને ફાંસીની સજા સંભળાવવામાં આવી. તા. ૮મે ૧૯૧૫ના રોજ ત્રણ જણને દિલ્હીની જેલમાં ફાંસી આપવામાં આવી.
જ્યારે બસંતકુમાર બિશ્વાસને તા. ૯મે ૧૯૧૫ના રોજ અંબાલાની જેલમાં ફાંસી આપવામાં આવી આ ઘટના લોર્ડ હાર્ડિંગ બોમ્બ પ્રકરણ દિલ્હી ષડ્યંત્રકાંડ દિલ્હી લાહોર ષડ્યંત્ર કાંડ તરીકે પણ જાણીતી છેદુઃખની વાત એ છે કે દિલ્હીના આ વીર ક્રાંતિકારી શહીદોને દિલ્હીવાળા જ જાણતા નથી નવી પેઢી તો બિલકુલ જાણતી નથી પ્રો.વિજયકુમાર મલ્હોત્રાએ તાજેતરમાં જ પંજાબ કેસરી માં એક લેખ દ્વારા આ ઘટના પર પ્રકાશ ફેંક્યો છે તેમના કહેવા મુજબ આ શહીદોને દિલ્હીની જેલમાં જે સ્થાન પર ફાંસી આપવામાં આવી તે સ્થાન જીર્ણશીર્ણ સ્થિતિમાં છે.