હાલ કોરોના કહેર એ દુનિયાભરમાં હાહાકાર મચાવી રાખ્યો છે.જેના કારણે ઘણા લોકો મૃત્યુ પામ્યા છે અને ઘણા લોકો સંક્રમિત છે.આવી સ્થિતિમાં ઘણા મહાન લોકો છે જેમને દાન કર્યું છે.જરૂરી સેવાઓ પુરી પાડી છે.એવામાં વૈશ્વિક રોગચાળાના કોરોના વાયરસ સામેના યુદ્ધમાં, આ દિવસોમાં વડા પ્રધાનથી લઈને મંત્રી અને સાંસદ-ધારાસભ્ય દેશમાં તેમના પગારમાં 30% ઘટાડો કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ પણ તેમના પગારનો માત્ર 70 ટકા હિસ્સો લઈ રહ્યા છે. પરંતુ તમને જાણીને આશ્ચર્ય થશે કે આ પહેલા પણ આપણા દેશમાં 3 એવા રાષ્ટ્રપતિ હતા જેઓ તેમના પગારમાંથી માત્ર 25 થી 30 ટકા જ લેતા હતા.
ડો. રાજેન્દ્ર પ્રસાદ, દેશના પ્રથમ રાષ્ટ્રપતિડો.રાજેન્દ્ર પ્રસાદ આપણા દેશના પ્રથમ રાષ્ટ્રપતિ હતા. સ્વતંત્રતા સંગ્રામમાં ભાગ લેતા પહેલા ડો. રાજેન્દ્ર પ્રસાદ પટનાના મોંઘા વકીલોમાંના એક હતા પરંતુ મહાત્મા ગાંધીના સંપર્કમાં આવ્યા પછી તેમનું જીવન સંપૂર્ણપણે બદલાઈ ગયું. રાષ્ટ્રપતિ તરીકે સેવા આપતી વખતે, તેમણે તેમના સામાન્ય જીવન અને ઓછા ખર્ચના ઘણા ઉદાહરણો આપ્યા. જ્યારે 1950 માં રાજેન્દ્ર પ્રસાદ દેશના પ્રથમ રાષ્ટ્રપતિ બન્યા, ત્યારે તેઓ વિશાળ વાઈસરોયના ગૃહમાં રોકાતા પણ અચકાતા હતા. આ બિલ્ડિંગમાં રાજેન્દ્ર પ્રસાદના પ્રવેશ સાથે, તેનું નામ રાષ્ટ્રપતિ ભવન રાખવામાં આવ્યું. ભારતનું રાષ્ટ્રપતિ ભવન આજે પણ વિશ્વના સૌથી મોટા કેમ્પસવાળા રાષ્ટ્રપતિ ગૃહમાં છે.
તેઓશ્રીએ બંધારણ સભાનાં પ્રમુખ તરીકે ભારતનાં બંધારણનો મુસદ્દો તૈયાર કરેલ રાજેન્દ્ર પ્રસાદ નો જન્મ બિહારનાં સિવાન જિલ્લામાં છપરા નજીક આવેલ ઝેરડૈ ગામમાં થયેલ. તેઓનાં લગ્ન ૧૨ વર્ષની ઉમરે રાજવંશી દેવી સાથે કરવામાં આવ્યા ત્યાર બાદ તેઓ તેમનાં મોટાભાઇ મહેન્દ્ર પ્રસાદ સાથે પટણાની આર.કે.ઘોષ એકેડેમીમાં અભ્યાસ માટે દાખલ થયા. જોકે થોડાજ સમયમાં તેઓ ફરી છપરા જિલ્લા શાળામાં પરત આવી અને ત્યાંથી તેમણે ૧૮ વર્ષની ઉમરે કલકત્તા યુનિવર્સિટીનીં પ્રવેશ પરીક્ષા પસાર કરી. તેઓએ ૧૯૦૨ માં “પ્રેસિડેન્સી કોલેજ” માં પ્રવેશ મેળવ્યો. ઇ.સ ૧૯૧૫માં તેઓએ કાયદાશાસ્ત્રમાં ઑનર્સ અનુસ્નાતકની ઉપાધિ,સુવર્ણ ચંદ્ર્ક સાથે પ્રાપ્ત કરી.
બાદમાં કાયદાશાસ્ત્રમાં પી.એચ.ડી.ની ઉપાધી પણ પ્રાપ્ત કરી. તેઓએ બિહારનાં ભાગલપુરમાં વકીલાત કરેલ અને તે સમયમાં ત્યાં તેઓ બહુજ ખ્યાતનામ વ્યક્તિ ગણાયેલ.વકીલાત શરૂ કર્યાનાં થોડાજ વખતમાં રાજેન્દ્ર પ્રસાદ આઝાદીની ચળવળમાં જોડાયા. મહાત્મા ગાંધીનાં આદેશથી તેઓએ ચંપારણ સત્યાગ્રહ માં સ્વયંસેવક તરીકે જોડાયા. મહાત્મા ગાંધી પ્રત્યે પૂરી વફાદારી,સમર્પણ અને ઉત્સાહ ધરાવી તેઓએ ૧૯૨૧ માં યુનિવર્સિટીનાં સભ્ય પદેથી રાજીનામું આપ્યુ. તેઓએ મહાત્માજીનાં પશ્ચિમી શિક્ષણનાં બહિસ્કારની ચળવળનાં પ્રતિભાવમાં પોતાનાં પૂત્ર મૃત્યુંજય પ્રસાદને યુનિવર્સિટીમાંથી ઉઠાડી અને “બિહાર વિધાપીઠ” માં દાખલ કરાવ્યા.
રાજેન્દ્ર પ્રસાદ જે માત્ર 25 ટકા પગાર લેતા હતાતે સમયે રાષ્ટ્રપતિનો પગાર દર મહિને 10,000 રૂપિયા હતો. તેમાંથી રાજેન્દ્ર પ્રસાદે ફક્ત 50 ટકા લેવાનું સ્વીકાર્યું હતું અને બાકીની રકમ સરકારના ભંડોળમાં આપતા હતા. જ્યારે રાષ્ટ્રપતિ, રાજેન્દ્ર પ્રસાદે પછીના વર્ષોમાં પણ તેમનો પગાર ઘટાડવાનું શરૂ કર્યું. બાદમાં તે તેના પગારમાં માત્ર 25 ટકા જ લેતા હતા.
ડો. રાધાકૃષ્ણન, દેશના બીજા રાષ્ટ્રપતિભારતના બીજા રાષ્ટ્રપતિ બનેલા ડો.રાધાકૃષ્ણન, તેમના પગારનો 75 ટકા ભાગ વડા પ્રધાનના રાષ્ટ્રીય રાહત ભંડોળમાં આપતા હતા. આ પછી, આવકવેરો ઘટાડ્યા પછી, તેમને ફક્ત 1900 રૂપિયા મળતા હતા. ડો.રાધાકૃષ્ણન 1962 થી 1967 સુધી રાષ્ટ્રપતિ હતા. રાધાકૃષ્ણન તેમની સરળ જીવનશૈલી માટે પણ જાણીતા હતા
રાધાકૃષ્ણનનો જન્મ ૫ સપ્ટેમ્બર, ૧૮૮૮ના રોજ તમિલનાડુના તિરુતાનીમાં થયો હતો. બાળપણથી જ રાધાકૃષ્ણન ભણવામાં હોશિયાર હતા. ૧૯૦૬માં મદ્રાસ કોલેજમાંથી તેમણે ફિલોસોફીના વિષયમાં માસ્ટર ડિગ્રી મેળવી હતી. તેઓ જ્યારે વીસ વર્ષના હતા ત્યારે જ તેમણે માસ્ટર ડિગ્રી માટે તૈયાર કરેલા શોધનિબંધથી તેમના પ્રોફેસર ખૂબ જ પ્રભાવિત થયા હતા. તેમનો આ શોધનિબંધ વીસ વર્ષની ઉંમરે પ્રકાશિત થયો હતો. ફિલોસોફીનો વિષય તેમને પસંદ ન હતો, પરંતુ તેમના દૂરના એક ભાઈ કે જે તેમની શાળા અને કોલેજમાં ભણતા હતા એ ફિલોસોફીનાં પુસ્તકો રાધાકૃષ્ણનને આપતા. રાધાકૃષ્ણન સમય પસાર કરવા માટે તે વાંચતા અને આ રીતે ફિલોસોફીમાં તેમનો શોખ કેળવાતો ગયો.
૧૯૦૯માં રાધાકૃષ્ણને ફિલોસોફીના અધ્યાપક તરીકે કારકિર્દીની શરૂઆત કરી હતી. કોલેજની નોકરીની સાથે સાથે તેઓ લેખનકાર્ય પણ કરતા. કેટલાંક સાંપ્રત સામયિકોમાં તેઓ ફિલોસોફી પર લેખ લખતા. તેમના સૌથી પહેલા પુસ્તકનું નામ ‘ધ ફિલોસોફી ઓફ રવીન્દ્રનાથ ટાગોર’ હતું. ૧૯૨૬માં હાર્વર્ડ યુનિર્વિસટી ખાતે તેમણે ઈન્ટરનેશનલ કોંગ્રેસ ઓફ ફિલોસોફીમાં તેમણે કોલકાત્તા યુનિર્વિસટીનું પ્રતિનિધિત્વ કર્યું હતું. ૧૯૪૭માં ભારત આઝાદ થયું ત્યારે તેઓ યુનેસ્કો ખાતે ભારતના પ્રતિનિધિ તરીકે કાર્યરત હતા. જ્યારે ૧૯૪૯થી ૧૯૫૨ દરમિયાન તેઓ સોવિયેત યુનિયન ખાતે ભારતના રાજદૂત રહ્યા હતા. ૧૯૫૨માં તેમની વરણી ભારતના રાષ્ટ્રપતિ તરીકે કરવામાં આવી હતી. જ્યારે તેઓ ભારતના રાષ્ટ્રપતિ બન્યા ત્યારે તેમના મિત્રો અને વિદ્યાર્થીઓ દ્વારા તેમના જન્મદિવસની ઉજવણી કરવા માટે ઉત્સાહ બતાવવામાં આવ્યો હતો.
જોકે રાધાકૃષ્ણને પોતાના જન્મદિવસને શિક્ષકદિન તરીકે ઊજવવાનું સૂચન કર્યું હતું. બસ, ત્યારથી તેમનો જન્મદિવસ ભારતમાં શિક્ષકદિન તરીકે ઊજવવામાં આવે છે. ડો. રાધાકૃષ્ણનને તેમના સેવાકાર્ય માટે કેટલાક બ્રિટિશ અને ભારતીય ઈલકાબોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૫૪માં તેમને ભારતરત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. ૧૯૭૫માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ તેમને ટેમ્પલટન એવોર્ડથી નવાજ્યા હતા. ઈનામમાં મળેલી બધી જ રકમ તેમણે યુનિર્વિસટીને દાનમાં આપી દીધી હતી. ત્યારથી ૧૯૮૯માં ઓક્સફર્ડ યુનિર્વિસટીએ ડો. રાધાકૃષ્ણનની યાદમાં સ્કોલરશિપ આપવાની શરૂઆત કરી છે.
નીલમ સંજીવ રેડ્ડી, દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિનીલમ સંજીવ રેડ્ડી, જે આંધ્રપ્રદેશના છે. તેઓ દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ હતા.જ્યારે આંધ્રપ્રદેશ એક અલગ રાજ્ય બન્યું, ત્યારે તે તેના પહેલા મુખ્ય પ્રધાન બન્યા. નીલમ સંજીવ રેડ્ડી, જે શ્રીમંત અને મકાનમાલિક પરિવાર સાથે છે, તેમની 60 એકર જમીન સરકારને આપી. નીલમ સંજીવ રેડ્ડી વર્ષ 1977 માં દેશના છઠ્ઠા રાષ્ટ્રપતિ બન્યા. નીલમ સંજીવ રેડ્ડી રાષ્ટ્રપતિ તરીકે મળતા પગારનો માત્ર 30 ટકા જ લેતા હતા. તે બાકીની રકમ સરકારના ભંડોળમાં આપતા હતા.
નીલમ રેડ્ડીનો જન્મ ૧૯ મે ૧૯૧૩ના રોજ આંધ્ર પ્રદેશ રાજ્યના અનતપુર જિલ્લાના ઈલ્લુર ગામે એક તેલુગુ ભાષી હિંદુ પરિવારમાં થયો હતો.તેઓનું પ્રારંભિક શિક્ષણ થિઓસોફિકલ હાઈસ્કૂલ (મદ્રાસ)માં થયું હતું. ત્યારબાદ સ્નાતક અભ્યાસક્રમ માટે મદ્રાસ યુનિવર્સિટી સંલગ્ન અનંતપુર ગવર્મેન્ટ કોલેજમાં પ્રવેશ મેળવ્યો હતો.૧૯૫૮માં શ્રી વેંકટેશ્વર વિશ્વવિદ્યાલય દ્વારા વિશ્વવિદ્યાલયની સ્થાપનામાં તેમના પ્રદાન બદલ માનદ ડૉક્ટર ઓફ લો ની પદવી એનાયત કરવામાં આવી હતી.