film jagat

બોલિવૂડનાં અભિનતો કરતાં પણ મોંઘી ગાડીઓ વાપરે છે આ અભિનેત્રી ઓ,જુઓ કોની પાસે કઈ ગાડી છે…..

આપણે ઘણા બોલિવૂડ એક્ટર્સ ના ઉંચી કિંમત ની ગાડી ફેરવનાર પ્રેમી વિશે જાણ્યું હશે પણ તમને જણાવી દઈએ કે ઇન્ડસ્ટ્રીઝ ની અભિનેત્રી ઓ પણ આ શોખ થી ઓછી નથી આજે તમને અમે બોલિવૂડ ની અમુક એવી અભિનેત્રી ઓ વિશે વાત કરવા જઈ રહ્યા છે જેમની પાસે ઘણી ઉંચી કિંમત વાળી ગાડી ઓ નું કલેક્શન છે.કોને મોંઘી કાર રાખવાનો શોખ નથી? દરેક વ્યક્તિની ઇચ્છા છે કે તેના જીવનની દરેક વસ્તુ દુનિયામાં પ્રથમ શરૂ થાય. પરંતુ આ બધું સામાન્ય માણસથી દૂર છે. પરંતુ જ્યારે બોલિવૂડ સ્ટાર્સની વાત આવે છે ત્યારે દુનિયાની દરેક સુવિધાઓ તેમના દરવાજા ખખડાવે છે. આવી સ્થિતિમાં, તેનો દરેક શોખ એક ચપટીમાં પૂર્ણ થાય છે.બોલિવૂડ અભિનેત્રીઓની સુંદરતા, તેમની ફેશન અને સ્ટાઇલ ની ચર્ચા તો ઘણી વાર કરવામાં આવે છે, પરંતુ આ સુંદરીઓ ની લક્ઝરી કાર ની શોખીનતા વિશે બહુ ઓછા લોકો જાણતા હશે. જી હા, આ સ્ટાઇલિશ સ્ટાર્સ ને સ્ટાઇલિશ કપડા સિવાય લક્ઝરી ગાડીઓનો પણ ખૂબ શોખ છે. જેની કિંમત કરોડો માં છે. આજે અમે તમને જણાવીશું કે કોની પાસે કેટલી મોંઘી કાર છે. તો ચાલો જાણી લઈએ એ અભિનેત્રીઓ વિશે.

પ્રિયંકા ચોપડા (રોયલ્સ રોય ઘોસ્ટ)

પ્રિયંકા ચોપડા ની પાસે પોતાની રોલ્સ રોયસ ઘોસ્ટ કાર છે. આ કારની કિંમત ૫.૬૫ કરોડ છે. તેમાં BMW નો બનાવેલો ટ્વીન ટર્બો V૧૨ એન્જિન છે. જેની હોર્સપાવર ૫૬૩ બીએચપી છે. એક ઈન્ટરવ્યુ માં પ્રિયંકાએ કહ્યું હતું કે તેને રૈકલાઇનર સીટ ખૂબ પસંદ છે, આ ઉપરાંત કાર માં તેને આરામદાયક વાતાવરણ જોઈએ.

દીપિકા પાદુકોણ (મર્સિડીઝ મેબેક S૫૦૦).

દીપિકા પાદુકોણ ની પાસે મર્સિડીઝ- મેબેક S૫૦૦ ની ગાડી છે. આ સિવાય દીપિકા ની પાસે ઓડી ક્યૂ ૭, ઓડી એ ૮ એલ અને મિની કૂપર કન્વર્ટિબલ જેવી ગાડીઓ પણ છે. તેમની પાસે BMW સેડાન પણ છે. તેની સૌથી મોંઘી કાર ની કિંમત ૨.૬ કરોડ રૂપિયા છે.

કરીના કપૂર ખાન (રેન્જ રોવર સ્પોર્ટ).

કરીના ની પાસે ગાડીઓની અછત નથી, પરંતુ તેમાથી જે સૌથી અલગ પડે છે તે છે તેની વ્હાઇટ રેંજ રોવર સ્પોર્ટ. જેની કિંમત ૧.૫૬ કરોડ રૂપિયા છે. આ સિવાય કરીના ની પાસે ઓડી બ્રાન્ડની પણ ગાડીઓ છે.

શ્રદ્ધા કપૂર.

શક્તિ કપૂર ની પુત્રી શ્રદ્ધા ને પણ લક્ઝરી કાર નો ખુબ શોખ છે. પરંતુ તેને તેના પિતાની સલાહ મુજબ તેણે મિનિ કૂપરને બદલે મર્સિડીઝ એમએલ-ક્લાસ એસયુવી લેવાનું પસંદ કર્યું. જેની કિંમત આશરે ૯૦ લાખ રૂપિયા ની આજુબાજુ છે.

મલ્લિકા શેરાવત (લેમ્બોર્ગિની એવેન્ટેડોર)

મલ્લિકા શેરાવત છેલ્લા ઘણા સમયથી મોટા પડદા થી દૂર છે. પરંતુ તે કાન્સ માં હંમેશા જતી રહે છે. મલ્લિકા શેરાવત પણ તે બોલિવૂડની એક અભિનેત્રીઓ માની એક છે જેની પાસે ખૂબ જ મોંઘી ગાડીઓ છે. જી હા, મલ્લિકા ની પાસે લેમ્બોર્ગિની એવેન્ટેડોરકાર છે, જેની કિંમત ૫.૦૧ કરોડ રૂપિયા છે.

શાહરૂખ ખાન.

શાહરૂખ ખાને ગત વર્ષે ગુરુગ્રામથી સફેદ રંગની BMW 18 લક્ઝરી કાર ખરીદી હતી. બોલિવૂડ સ્ટાર્સમાં સૌધી વધુ મોંઘી ગાડીઓ રાખવાના શોખિન શાહરૂખ પાસે Bugatti Veyron કાર પણ છે. જેની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે. કિંગ ખાન પાસે આ ઉપરાંત પણ અનેક મોંઘી કાર છે. શાહરૂખના કલેક્શનમાં BMW Convertible, Rolls Royce Phantom, Bentley Continental GT, Mitsubishi Pajero, Land Cruiser, BMW 6 series, Audi Q6, અને BMW 7 Series વગેરે મોંઘી ગાડીઓ સામેલ છે.

સંજય દત્ત.

સંજય દત્તને કાર અને બાઈકનો ખુબ શોખ છે. સંજુબાબા પાસે ફરારી 599, ઔડી R8, ઔડી Q7, ટોયેટા લેન્ડ ક્રુઝર, મર્સિડિઝ એમ ક્લાસ, પોર્શે એસયુવી અને એક રોલ્સ રોયસ ઘોસ્ટ છે. સંજય દત્તને બાઈકનો પણ એટલો જ શોખ છે. તેની પાસે એક હાર્લી ડેવિડસન બાઈક પણ છે. એટલું જ નહીં તેણે પત્ની માન્યતાને 3 કરોડ રૂપિયાની કિંમતની એક રોલ્સ રોયસ કાર પણ ભેંટમાં આપી છે.

સની લિયોન.

સની લિયોન પાસે માસેરાતીની 1.5 કરોડની કિંમતવાળી કાર છે. આ કાર તેના પતિ ડેનિયલ વેબરે તેને ભેંટ કરી હતી. આ કારની તસવીર સનીએ ટ્વિટર એકાઉન્ટ ઉપર શેર પણ કરી હતી.

અમિતાભ બચ્ચન.

બોલિવૂડ શહેનશાહ અમિતાભ બચ્ચન પણ કારોના શોખિન છે. તેમની પાસેના કલેક્શનમાં બેન્ટલી, મર્સિડિઝથી લઈને તમામ લક્ઝરી કાર કંપનીઓના મોડલ છે. અમિતાભ પાસે Bentley Continental GT, Mercedes SL500, Range Rover, Lexus LX470, Mercedes E 240, BMW X5, BMW 7 Series અને Mercedes S320 જેવી કારો છે. ફિલ્મ દિગ્દર્શક વિધૂ વિનોદ ચોપરાએ બીગ બીને રોલ્સ રોયલ ફેન્ટમ પણ ગીફ્ટ કરી હતી. એકલવ્ય મૂવીમાં તેમના અભિનયથી પ્રભાવિત થઈને તેમણે આ કાર આપી હતી. કારની કિંમત 4.5 કરોડની આસપાસ છે.

જ્હોન અબ્રાહમ.

જ્હોન અબ્રાહમને કાર અને બાઈકનો શોખ છે. જ્હોન પાસે મારુતિ જિપ્સી અને કાળા રંગની લમ્બોરગિની ગેલેરાડો છે જેને જ્હોને મોડિફાઈડ કરાઈ છે. આ કારોમાં તે ડ્રાઈવ કરવું પસંદ કરે છે. લેમ્બોરગિની ગેલેરાડોની કિંમત 2 કરોડ રૂપિયાની આસપાસ છે. જ્હોન પાસે 1300 સીસીની સિંગલ સિલિન્ડર સુઝુકી હાયાબૂઝા બાઈક પણ છે. આ ઉપરાંત તેની પાસે બે યામાહા R1 બાઈક્સ પણ છે.

સલમાન ખાન.

સલમાન ખાનને લક્ઝરી કારો અને બાઈક પ્રત્યે ખુબ પ્રેમ છે. તેની પાસે અનેક લક્ઝરી કારો છે. જેમાં BMW X6, Land Rover, Range Rover Vogue અને Audi R8 વગેરે મુખ્ય છે. તેની પાસે હાલમાં જ Lexus LX570 આવી છે જેની કિંમત લગભગ 1.5 કરોડ રૂપિયા છે. આ ઉપરાંત વાદળી રંગની Suzuki Intruder M1800RZ બાઈક પણ છે.

અક્ષય કુમાર.

અક્ષયકુમારને ખુબ ઝડપવાળી કારો પસંદ છે. તેના કલેક્શનમાં Porsche Cayenne, Bentley, Mercedes અને Ferrari કંપનીઓની કારો સામેલ છે. ફિટનેસને લઈને સજાગ રહેનારા અક્ષય આજકાલ Porsche Cayenne માં જોવા મળે છે. આ લક્ઝરી કારની કિંમત 2.5 કરોડ રૂપિયાની આસપાસ છે. બોલિવૂડ સ્ટાર્સમાં સૌથી વધુ ટેક્સ ચૂકવનાર અક્ષયકુમારની હાલમાં ટોઈલેટ એક પ્રેમકથા ફિલ્મ રિલિઝ થઈ હતી.

અજય દેવગણ.

બાદશાહો સુપરસ્ટાર કારોના શોખીન છે. તેની પાસે BMW z4, Ferrari, Maserati, Range Rover, Mercedes Z class અને Toyota Celica કારો કલેક્શનમાં છે. અજયની પત્ની કાજોલ પણ કારોની શોખીન છે. જન્મદિવસે તેને હાલમાં જ ઔડી Q7 કાર મળી હતી. આ કાર અજયે કાજોલને આપી હતી. અજય પાસે Maserati Quattroporte અને 1967ની એક વિન્ટેજ કાર પણ છે. જે તેણે પોતાની ફિલ્મ ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’માં વાપરી હતી.

Leave a Reply

Your email address will not be published.