દેશમાં કોરોનાના કેસ સતત વધીને 9 લાખને પાર પહોંચ્યા છે ત્યારે ફરીથી એકવાર લૉકડાઉનની સ્થિતિ આવે તેવી શક્યતાઓ સેવાઈ રહી છે. દેશના અનેક શહેરોમાં આજથી એક વખત ફરી લૉકડાઉન લાગૂ કરાયું છે. જેમાં પુના,ગ્વાલિયર,કર્ણાટકનો સમાવેશ થાય છે. ઉલ્લેખનીય છે કે અનલૉક બાદ દેશમાં વધતા કોરોના વિસ્ફોટને કાબૂમાં લેવા માટે ફરી એકવાર સરકાર લૉકડાઉનનો વિકલ્પ અપનાવી રહી છે.જોકે સુરત માટે તો આ ખુબજ ખરાબ સાબિત થયું છે.સુરત ના સ્મશાન ભૂમિ ની તસવીરો વાઈરલ થઈ છે જેમાં ખુબજ કરુણ સ્થિતિ જોવા મળી છે.સ્મશાન ભૂમિની તસવીરો વાયરલ થઇ છે.જેમાં મૃતદેહને અગ્નિદાહ આપવા માટે લાઈનો લગાવવી પડી રહી છે.કોરોના વાયરસ અને અન્ય કારણથી મૃત્યુ નિપજેલ મૃતદેહના અંતિમ સંસ્કાર માટે સર્જાયેલી આ સ્થિતીની તસવીરથી પરિસ્થિતી કેવી વિકટ છે તેનો તાગ મેળવી શકાય છે.
મહત્વનું છે કે સ્મશાન ભૂમિમાં 2 થી 3 કલાકનું વેઇટીંગ ચાલી રહ્યું હોવાની જાણકારી મળી છે.સુરતમાં સ્મશાનભૂમિની તસવીરો વાયરલ.અંતિમ સંસ્કાર માટે લાઇનો લાગી.કોરોના તેમજ અન્ય કારણોસર મૃત્યુ પામેલા લોકોના અંતિમ સંસ્કાર માટે લાઇનો.૨ થી ૩ કલાકનું વેઇટીંગ હોવાની મળી જાણકારી.ગુજરાતમાં આજે 902 કેસ નોંધાયા.ગુજરાતમાં કોરોનાના રેકોર્ડબ્રેક કેસો નોંધાય રહ્યા છે.જેમાં આજે 902 કેસ નોંધાયા છે.જ્યારે છેલ્લા 24 કલાકમાં કુલ 10 દર્દીઓ મોતને ભેટ્યા છે.જેમાં સુરતમાં પાંચ, અમદાવાદમાં 3, ગાંધીનગર અને મોરબીમાં 1-1 દર્દીનું મોત થયું છે.આમ રાજ્યમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2057 થઇ ચૂક્યો છે.તો હાલમાં 74 દર્દીઓને વેન્ટીલેટર પર રાખવામા આવ્યા છે.તો છેલ્લા 24 કલાકમાં કુલ 608 દર્દીઓને રજા આપવાની સાથે આજદિન સુધીમાં કુલ 29 હજાર 806 લોકોને સાજા થતા રજા આપવામા આવી છે.
છેલ્લા 24 કલાકમાં નોંધાયેલા કેસની વાત કરીએ તો સુરતમાં સૌથી વધુ 287, અમદાવાદમાં 164 કેસ, વડોદરામાં 74 કેસ નોંધાયા છે.આમ રાજ્યમાં કોરોનાના કેસ ઝડપભેર વધી રહ્યા છે.તો આજદિન સુધીમાં સમગ્ર ગુજરાતમાં કુલ 4 લાખ 70 હજાર 265 ટેસ્ટ કરવામા આવ્યા છે.મિત્રો એવું મનાય છે કે અનલોક પછી સ્થિતિ ખુબજ ખરાબ થઈ છે આવો જાણીએ તેનાં વિશે.દેશમાં રોજ વધી રહેલા અને નવા બની રહેલા કોરોનાના કેસના આંકડા ડરાવી રહ્યા ચે. કુલ કેસની સંખ્યા 9 લાખને પાર પહોંચી છે. અત્યારસુધીમાં 93 ડોક્ટર્સે પોતાનો જીવ ગુમાવ્યો છે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને જણાવ્યું છે કે સ્થિતિ હજુ વધારે ખરાબ થઈ શકે તેમ છે. એવામાં સવાલ એ છે કે શું અનલૉકથી સ્થિતિ બગડી રહી છે.
અનેક રાજ્યોએ કોરોનાને કાબૂમાં લેવા મંગળવાર એટલે કે આજથી ફરીથી લૉકડાઉનનો નિર્ણય લીધો છે.અનલૉકના કારણે જ કોરોના વધુ પ્રસરી રહ્યો હોય તેવું જોવા મળી રહ્યું છે.કર્ણાટક સરકારે બેંગ્લોરમાં 14 જુલાઈથી 7 દિવસ માટે સંપૂર્ણ લોકડાઉન જાહેર કર્યુ છે.તમિલનાડુના મુખ્યમંત્રી કે પલાનીસ્વામીએ મદુરાઈ અને તેની આસપાસના વિસ્તારોમાં 14 જુલાઈ સુધી લોકડાઉન લંબાવી દીધુ છે.મહારાષ્ટ્ર સરકારે પહેલાથી જ પુના અને પિંપરી-ચિંચવાડમાં 14 થી 23 જુલાઈ સુધી સંપૂર્ણ લોકડાઉન રાખવાની જાહેરાત કરી હતી.મુંબઇની આસપાસના વિસ્તારોમાં પણ આ જ રીતે લોકડાઉન પાળવાની જાહેરાત કરી છે.
કાશ્મીરના અધિકારીઓએ પણ રવિવારે લોકડાઉનના બીજા તબક્કાનો કડકાઈથી અમલ કરાવતા લાલ ચોકને સંપૂર્ણપણે બંધ કરાવી દીધો હતો. છેલ્લા એક અઠવાડિયામાં અહીં અચાનક કોરોનાના કેસ વધ્યા છે. જેને પગલે શ્રીનગરના અન્ય 67 વિસ્તારો પણ બંધ કરાવાયા છે.ગ્વાલિયરમાં પણ એક દિવસમાં 191 કેસ આવતાં 1 અઠવાડિયાનું લૉકડાઉન જાહેર કરવામાં આવ્યું છે.વારાણસીમાં આજે સાંજે 5 વાગ્યાથી લૉકડાઉન જાહેર કરાયું છે.અહીં સોમથી શુક્ર અડધા દિવસનું લૉકડાઉન જાહેર કરાયું છે.
લૉકડાઉનના નિયમો સાંજે 4 વાગ્યા બાદ લાગૂ રહેશે.અનલૉક વચ્ચે વેપારીઓ આંશિક લૉકડાઉનનો નિર્ણય કર્યો છે.જેમાં ભાવનગર, જામનગર, બોટાદ, ભરૂચ, માલપુર, મહેસાણા, પંચમહાલ, બનાસકાંઠા, તાપી અને જૂનાગઢમાં હાલ આંશિક લૉકડાઉનનો વેપારીઓ દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે.એસ.ટી. વિભાગ દ્વારા પણ મહત્વનો લેવામાં આવ્યો છે.જેમાં અમદાવાદથી સુરત જતી અને અમદાવાદથી વડોદરા જતી ST સેવા બંધ કરવામાં આવી છે.
તો વડોદરાથી ભરૂચ જતી ST સેવા પણ બંધ કરવામાં આવી છે.હીરા ઉદ્યોગમાં કેસ વધતા 19 જુલાઈ સુધી હીરા બજાર બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં મીની બજાર, માનગઢ ચોક સહિત તમામ સેઈફ બંધ રહેશે. 20 જુલાઈથી આ હીરા બજારના સેઈફ ખોલવામાં આવશે. બપોરે 2 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી કામકાજ ચાલુ રહેશે.અમદાવાદમાં પાન-ગલ્લા પર AMCની તવાઈ બોલાવાઇ છે.
નવા નિયમ મુજબ સોલિડ વેસ્ટ વિભાગનું ચેકીંગ હાથ ધરાયું છે.પાન-ગલ્લા પર પીચકારી મારેલ જોવા મળતા કાર્યવાહી હાથ ધરાઇ છે.જોધપુર પાસે સિવાસ પાન પાર્લર સીલ કરાયુ છે.અલગ અલગ ઝોનમાં સોલિડ વેસ્ટનું ચેકીંગ હાથ ધરાયું છે.કોરોનાને કાબૂમાં લેવા માટે સરકારે જે લૉકડાઉનના નિયમો જાહેર કર્યા છે તે સિવાય દરેક વ્યક્તિએ માસ્ક અને સોશ્યલ ડિસ્ટન્સિંગને પણ મહત્વ આપવાનું રહેશે.