dharmik

એક કાળગ લઈને તેના પર દોરો આ વસ્તુ અને પછી જુઓ તમારી કિસ્મત ઘોડા કરતાં પણ વધારે તેજ દોડશે….

મંગળવારે હનુમાનજીની પૂજા કરવાથી દરેક સમસ્યાઓથી રાહત મળે છે. ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પંથક મનીષ શર્મા અનુસાર, હનુમાનજીની પૂજા કરવાથી ગ્રહોને લગતી ખામી પણ ઓછી થાય છે. તેથી, જો તમે રોજ હનુમાનજીની પૂજા કરી શકતા નથી, તો માત્ર મંગળવારે જ કેટલાક સરળ ઉપાય કરવા જોઈએ. આ ઉપાય નીચે મુજબ છે.મંગળવારના દિવસે હનુમાનજી અને શનિદેવને પ્રસન્ન કરવાનું ખાસ મહત્વ છે. આ દિવસે જો વ્યક્તિ હનુમાન ચાલીસા કરે છે તો તેના ભાગ્યમાં રાજયોગનું સુખ પ્રાપ્ત થાય છે. તેથી મંગળવારે સાંજે 11 વખત હનુમાન ચાલીસાનો પાઠ કરવો જોઈએ.

સિંદૂર અને ચમેલીના તેલથી કાગળ પર સ્વસ્તિક બનાવો અને તેને હનુમાનજીની પૂજામાં રાખો. પૂજા પછી આ કાગળને તિજોરીમાં અથવા પૈસાની જગ્યાએ રાખો. આ કરવાથી, ખર્ચમાં ઘટાડો થઈ શકે છે અને ધન લાભના યોગ બની શકે છે.

દર મંગળવારે હનુમાનજીની મૂર્તિને લાલ ગુલાબની માળા અર્પણ કરો. આ ઉપાયથી જન્માક્ષરની ખામી અને નાણાકીય સમસ્યાઓ દૂર થઈ શકે છે.બિઝનેસમાં થતી ખોટને રોકવા માટે મંગળવારે હનુમાનજીને સિંદૂરી લંગોટ અર્પણ કરો. તેનાથી ધંધામાં ફાયદો થઈ શકે છે.

 

હનુમાન મંદિરમાં બેસીને ‘ઓમ રામદૂતાય નમ’ મંત્રનો જાપ 108 વાર કરો. આ ઉપાયથી તમામ અવરોધો દૂર થઈ શકે છે.બપોરે બજરંગ બલીને ગોળ, ઘી, ઘઉંના લોટથી બનેલી રોટલીનો ભોગ ધરાવો તેનાથી હનુમાનજી પ્રસન્ન થાય છે.

હનુમાન યંત્રની સ્થાપ્ના.

હનુમાન યંત્ર અત્યંત શુભ અને ફળદાયી માનવામાં આવે છે. કહેવાય છે કે, તેમાં પવનપુત્રનો વાસ હોય છે, અને વિધિપૂર્વક તેની પૂજા કરવાથી મનુષ્યને સુખ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થાય છે. સાથે જ તમારા ઘર પરિવાર પર આવનારી તમામ આપત્તિઓને બજરંગબલી દૂર કરી શકે છે. આ યંત્રને તમારા ઘરના પૂજા સ્થળ પર સ્થાપિત કરીને દર મંગળવારે તેની પૂજા અવશ્ય કરો, ફાયદો થશે.

બજરંગબલીને સિંદુર બહુ જ પ્રિય હોય છે, તેથી દર મંગળવારે હનુમાનજીને સિંદૂર ચઢાવતા તેઓ પ્રસન્ન થાય છે. તમે મનોકામના પૂરી કરવા માંગો છો, તો બજરંગબલીના માથાનું સિંદૂર લઈને માતા સીતાના ચરણોમાં લગાવી દો, તેનાથી તમારી ઈચ્છાપૂર્તિ જલ્દી થઈ જશે.

Leave a Reply

Your email address will not be published.