માણિકચંદ ગ્રુપના સીએમડી અને ઇન્ડસ્ટ્રિયાલિસ્ટ રસિકલાલ માણિકચંદ ધારીવાલે ખાનગી હોસ્પિટલમાં મંગળવારે સાંજે છેલ્લા શ્રાસ લીધા હતા. હોસ્પિટલ દ્વારા જણાવ્યા મુજબ ૭૯ વર્ષના રસિકલાલ કેન્સરની બીમારીથી પીડાતા હતા અને તેઓ ૪ સપ્ટેમ્બરે અહીં દાખલ થયા હતા. તેમનું કેન્સર આખા શરીરમાં ફેલાયું હતું અને મંગળવારે સાંજે તેમનું અવસાન થયું હતું. પુણેના શિરુર ખાતે જન્મેલા રસિકલાલને પિતા તરફથી વારસામાં બીડીનું કારખાનું મળ્યું હતું, જેમાં ૨૦ કારીગર કામ કરતા હતા. ત્યાર બાદ ધારીવાલ ગુટખાકિંગ બન્યા હતા. તેમના પરિવારમાં પત્ની શોભા, પુત્ર અને ચાર પુત્રીનો સમાવેશ છે.
ગુટખા કિંગ નામથી મશહૂર “ રસીકલાલ ધારીવાલાને સૌ કોઈ ઓળખે છે, આજે કરોડની સંપતિના તેઓ માલિક છે. પિતાના ધંધાને પોતાનું લક્ષ્ય બનાવીને ગુટખા કંપની ચાલુ કરી. 14 વર્ષની નાની વયે પીતાની છત્ર છાયાં ગુમાવનાર રસિકલાલએ માતા મદન માણેકચંદજીની પ્રેરણાથી બીડીના બીઝનેશ માથી તેઓ એ ગુટખાનું ઉત્પાદન કર્યું. રસિકલાલનું RMD ગ્રૂપ આજે માત્ર ગુટખાથી નહીં પરતું, હોસ્પિટલ , આશ્રમ . કોલેજ , સ્કૂલ, જેવી અનેક સંસ્થાઑના તેઓ સ્થાપક છે.
ભાડેની સાઇકલ ચલાવીને આ વ્યકતીએ પોતાના જીવનની સફળતા હાસિલ કરી છે, ત્યારે આજે તેમણે ત્યાં કરોડઑની ગાડીઑની લાઇન લાંગી હોય છે. આજે આ દુનિયામાં રસીકલાલ તો હયાત નથી રહ્યા પરતું તેમની દીકરી અને દીકરા આજે તેમની આ વિરાસતને ચલાવી રહ્યા છે. ગુટખાં કિંગ – રસીકલાલને ત્યાં બે પત્ની હતી, પહેલી પત્ની થકી દીકરો પ્રકાશ અને બીજી પત્નીથી દીકરી શોભા. આજે જ્યારે રસીકલાલ હયાત નથી,ત્યારે તમામ જવાબદારીઓ તેઓની ઉપર આવી ગઈ છે.
આજે આપણે વાત કરવાની છે, તેમનાં આલીશાન બંગલા વિશે. 800 કરોડનો આ આલીશાન બંગલો જ્યારે તમે અંદરથી જોશો તો તમારી આંખો ખૂલીને ખૂલી રહી જશે. ચાલો આપણે વાત કરી આ ઘરની, બહારથી આ ઘર જેટલું સુંદર દેખાય છે આ ઘર એટલૂ અતિ સુંદર છે.પહેલા વાત કરીએ ઘરના ફ્રન્ટ ગેટની તો જ્યારે તમે આ ગેટમાં એન્ટર થશો તો મ્યુઝિક વાંગશે. મ્યૂઝિકલ ફાઉનેટ્ડ લગાડવામાં આવ્યું છે. આ ઘરને સુંદર બનાવા માટે ખાસ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરના ડ્રોઈંગ રૂમમાં મોટું એલઇડી ટીવી લગાડવામાં આવ્યું છે. આ સાથે લાખોના ઝૂમર લગાડવામાં આવેલ છે.લોબીમાં એક ડીઝીટલ ફોટો ફ્રેમ લગાવેલ છે. ઘરની અંદર શાનદાર બેડ રૂમ છે અને આ ઘરની થીમ ગોલ્ડ છે.
આ બંગલામાં એક રૂમ છે જે પર્પલ રંગનો એક રૂમ છે, જેમાં દરેક વસ્તુ આ રંગની છે. આ બંગલામાં રહેવાનું કોને મન ના થાય ? રસીકલાલ માણેચંદનું 2018માં નિધન થઈ ગયું પરંતુ આજે પણ આરએમડી ગૃપનું નામ ઈન્ડિયામાં મોખરે છે, આજે પ્રકાશ અને શોભા તેમની આ બે સંતાનો તેમની વિરાસતને આગળ વધારી રહ્યા છે. આટલા વર્ષો પછી પણ ગુટખા કંપની રસીકલાલના નામથી ઓળખાય છે.
દાઉદ ઇબ્રાહિમ માફિયા ડોન હોવા ઉપરાંત એક સફળ બિઝનેસમેન પણ છે. ગુનાખોરીના ધંધામાંથી તેણે જે કમાણી કરી તેનું રોકાણ તેણે રિયલ એસ્ટેટ ઉપરાંત ઓઇલ, પાવર, નાગરિક ઉડ્ડયન, ફિલ્મો, ગાર્મેન્ટ ઉપરાંત ગુટકાના ધંધામાં પણ કર્યું હતું. ભારતમાં શરૂ થયેલી ઇસ્ટ વેસ્ટ નામની ખાનગી એર લાઇન્સમાં દાઉદના રૂપિયા લાગ્યા હતા. તે વખતે સરકારમાં જેઓ હતા તેમને વાતની જાણ હોવા છતાં તેમણે તેને નાગરિક ઉડ્ડયનનું લાઇસન્સ આપ્યું હતું. જેટ એરવેઝ જેવી ભારતની ટોચની ખાનગી એર લાઇન્સમાં પણ દાઉદના રૂપિયા લાગ્યા હોવાનું કહેવાય છે.
દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનમાં સેટલ થયો તે પછી તેણે ત્યાં ગુટકાના ધંધામાં પણ પોતાનો પગપેસારો કર્યો હતો. ચોંકાવનારી વાત છે કે ભારતમાં ગુટકાનું સૌથી મોટું સામ્રાજ્ય ધરાવતા રસિકલાલ ધારીવાલે તેને ધંધામાં મદદ કરી હતી. સીબીઆઇએ મુંબઇની કોર્ટમાં દાખલ કરેલી ચાર્જશીટ મુજબ ઇ.સ.૨૦૦૨માં ગોઆ ગુટકાના માલિક જે.એમ. જોશી અને માણિકચંદના માલિક રસિકલાલ ધારીવાલ વચ્ચે ઝઘડો થયો હતો. ઝઘડાનો મુદ્દો હતો કે જોશીએ ધારીવાલને ગુટકાની ફોર્મ્યુલા બતાવી ત્યારે શરત કરી હતી કે ધંધામાં જોશીનો ૨૦ ટકા ભાગ રાખવો. રસિકલાલ ધારીવાલના માણિકચંદ ગુટકા સફળ થયા તે પછી તેમણે જોશીને તેનો ભાગ આપવાનો ઇનકાર કરી દીધો હતો. ઝઘડો દાઉદ ઇબ્રાહિમના દરબારમાં પહોંચ્યો હતો. દાઉદ ઇબ્રાહિમે રસિકલાલ ધારીવાલ પર દબાણ આણીને તેમને જોશીને તેમનો ભાગ આપવાની ફરજ પાડી હતી.
બે બિલાડીની લડાઇમાં વાંદરો ફાવી જાય તે ન્યાયે દાઉદ ઇબ્રાહિમે જોશી અને ધારીવાલ સાથે શરત કરી હતી કે તેમણે દાઉદને પાકિસ્તાનમાં ગુટકાનો ધંધો વિકસાવવામાં મદદકરવી પડશે. દાઉદ ઇબ્રાહિમ પાકિસ્તાનના હૈદરાબાદમાં ગુટકાનો પ્લાન્ટ નાખવા માગતો હતો. તે માટેની મશીનરી રસિકલાલ ધારીવાલે ભારતથી મોકલી હતી. મશીનરી ભારતથી પાકિસ્તાન સીધી મોકલી શકાય તેમ હોવાથી પહેલા ભારતથી દુબઇ મોકલવામાં આવી હતી અને પછી ત્યાંથી કરાચી બંદરે ઊતારવામાં આવી હતી. ગુટકાનું પાકિસ્તાનમાં દાઉદની કંપની મારફતે વેચાણ કરવામાં આવતું હતું. દુબઇમાં ગુટકાના વેચાણની મનાઇ છે, પણ દાઉદ છૂપી રીતે દુબઇમાં પણ પોતાના ગુટકા વેચી રહ્યો છે. દાઉદ ઇબ્રાહિમના ધંધામાં ભાગીદાર બનવા બદલ રસિકલાલ ધારીવાલની અને જોશીની ધરપકડ કરવામાં આવી તે પછી તેઓ જામીન પર છૂટ્યા છે. રસિકલાલ ધારીવાલે ટૂંક સમયમાં જે વિસ્તરણ કર્યું તેમાં પણ દાઉદના રૂપિયા લાગ્યા હોય તે શક્ય છે.
અન્ડરવર્લ્ડ ડોન દાઉદ ઇબ્રાહિમને ક્રિકેટમાં અનહદ રસ છે. કારણે તેણે પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર જાવેદ મિયાંદાદને પોતાનો વેવાઇ બનાવ્યો છે. ભારત-પાકિસ્તાન વચ્ચે ગમે ત્યારે મેચ રમાતી હોય તે દાઉદ જોયા વિના રહેતો નથી. દાઉદને ક્રિકેટની જેમ જુગારનો પણ શોખ છે. કારણે દાઉદે મુંબઇમાં ૧૯૮૦ અને ૧૯૯૦ના દાયકામાં સટ્ટાનું અને બૂકીઓનું નેટવર્ક ઊભું કર્યું હતું. ભારતમાં જ્યારે આઇપીએલનો પ્રારંભ કરવામાં આવ્યો ત્યારથી દાઉદ તેની ઉપર ચાલતા સટ્ટાનું પોતાના ગુંડાઓ દ્વારા સંચાલન કરતો આવ્યો છે.