આચાર્ય ચાણક્ય ભારતના મહાન ચિંતક અને ગુરુ હતા. તેમણે જ ચંદ્રગુપ્ત મૌર્યને રાજા બનાવીને અખંડ ભારતનો પાયો નાખ્યો હતો.સફળતા અને અસફળતા વચ્ચે એક એવું બિંદુ હોય છે જેના પર પહોંચીને તમે નથી થતાં સફળ કે નથી થતાં અસફળ. શું તમે એવી સ્થિતિ અનુભવો છો ?જો જવાબ હા હોય તો જાણી લો આ વાત, દુનિયાના દરેક વ્યક્તિ સફળ થવા ઈચ્છે છે પણ આપણામાંથી અનેક લોકો એવા હોય છે કે જે એ નથી વિચારતા કે અસફળ થવાનું કારણ આપણામાં જ હોય છે.
ચાણક્યનીતિમાં એવી અનેક વાતો છે જેના પર અમલ કરવાથી વ્યક્તિ અસફળ થવાની શક્યતાને કાઢી નાખે છે. ચાણક્ય નીતિ પર અમલ કરીને તમે પણ મેળવો સફળતા આ રીતે…આપણે કેવી જગ્યાએ ઘર બનાવવું જોઈએ અને ક્યાં નહિ તે વિષ3 આચાર્ય ચાણક્યએ પાંચ જગ્યાઓ વિશે કહ્યું છે કઆ પાંચ વસ્તુઓ જે સ્થાન પર ઉપલબ્ધ છે, ત્યાં રહેવું શ્રેષ્ઠ છે.
धनिक: श्रोत्रियो राजा नदी वैद्यस्तु पंचम:।
पंच यत्र न विद्यन्ते तत्र दिवसं वसेत्।।અર્થ – જ્યાં ધનિક, ક્ષત્રિય, રાજા, નાદિ અને વૈદ્ય ન હોય ત્યાં એક દિવસ પણ નિવાસ ન કરવો જોઈએ.જ્યાં ધનિક વ્યક્તિ હોય ત્યાં ધંધામાં વધારો થાય છે. ધનિકની આસપાસ રહેતા લોકોને સારી રોજગાર મળે તેવી શક્યતા વધારે રહે છે.
જે સ્થળે કોઈ જ્ઞાની હોઈ,,વેદ ને જાણે તેવો વ્યક્તિ હોઈ ત્યાં રહેવાથી ધન લાભ થાય છે અને આપણું ધ્યાન પાપકર્મ તરફ નથી જતું.આચાર્ય ચાણક્ય કહે છે કે જ્ઞાનનો અર્થ છે વિષયોની જાણકારી એટલે કે માત્ર પુસ્તકિયું જ જ્ઞાન નહિં પણ જે તે વસ્તુઓ માટેનું વ્યવહારું જ્ઞાન. સારા-ખોટાંની ઓળખ કરીને જીવન પ્રતિ સકારાત્મક રવૈયો રાખવાથી વ્યક્તિ જીવનમાં ક્યારેય નકામિયાબ થતો નથી.
જ્યાં સરકારી તંત્ર સાથે જોડાયેલા રાજા અથવા વ્યક્તિ રહે છે, ત્યાં રહીને આપણને શાસનની તમામ યોજનાઓનો લાભ મળે છે.જે સ્થાને પવિત્ર નદી જ વહેતી હોય ત્યાં, જ્યાં પૂરતા પ્રમાણમાં પાણી હોય ત્યાં રહીને આપણને પ્રકૃતિના તમામ ફાયદા મળે છેજે સ્થાને વૈદ્ય છે ત્યાં રહીને આપણને બીમારીઓથી તાત્કાલિક રાહત મળે છે. તેથી, આ પાંચ સ્થળોએ રહેવું ફાયદાકારક છે.
જો ઘરમાં વાસ્તુદોષ હોય તો ઘરમાં આવતા નાણાંમાં અડચણો ઊભી કરે છે અને આવેલ નાણાં આકસ્મિક રીતે વેડફાય છે. બચત થતી નથી. આમ તો કિસ્મતમાં હોય તેનાથી વધારે ક્યારેય નથી મળતું, પરંતુ કિસ્મતમાં હોય તેમ છતાં જો તમને ધનસંપદા મેળવવામાં તકલીફ પડી રહી હોય તો તમે વાસ્તુટિપ્સ દ્વારા વિવિધ દિશાઓની મદદ લઈને આર્થિક સુખાકારીમાં વધારો કરી શકો છો.ખૂબ મહેનત કરવા છતાય બચત ન થાય ત્યારે ખૂબ તકલીફ થાય છે.આ માટે વાસ્તુનો સહારો લેવો જોઈએ. વાસ્તુ મુજબ તમારા ઘરમાં શુ કમી છે તેના પર ધ્યાન આપશો તો ચોક્કસ ફાયદો થશે.તમે તમારી સંપત્તિ તથા નાણાં જેમાં રાખતાં હોવ તે તિજોરીને પૂર્વ દિશામાં રાખવી. આવુ કરવાથી તમારી ધનસંપત્તિમાં વધારો થતો રહેશે.
જો ઘરની મુખ્ય વ્યક્તિ ખૂબ કઠણાઈઓ સાથે આગળ વધતી હોય તો પશ્ચિમ દિશામાં સંપત્તિ ઉપરાંત આભૂષણો રાખશો તો તમને સાધારણ લાભ તો થશે જ.જો તમે ઘરમાં તિજોરી કે કબાટમાં રોકડ નાણાં અને ઘરેણાં રાખતાં હોવ તે તિજોરી ઘરના ઉત્તર દિશાના રૂમમાં દક્ષિણ દિશાની દીવાલે અડાડીને મૂકવી. આ રીતે તિજોરી રાખવાથી તે ઉત્તર દિશામાં ખૂલશે. આમ કરવાથી ઘરમાં સોના અને નાણાંમાં વધારો થતો રહેશે.
એક વાત હંમેશા યાદ રાખો કે વાયવ્ય ખૂણામાં તમારી ધનસંપત્તિ ન રાખવી જોઈએ. વાયવ્ય ખૂણામાં ધન રાખવાથી બજેટ હંમેશાં ખોરવાઈ જાય છે. લેણદારો વધતા જાય છે.ક્યારેય ઘરની સીડી નીચે તિજોરી ન રાખવી. એ ઉપરાંત ટોઇલેટનો દરવાજો સામો આવતો હોય તેવી જગ્યાએ પણ તિજોરી ન રાખવી. કારણ કે ત્યાંથી નકારાત્મક ઉર્જાનો પ્રવેશ થાય છે.ધન મુકવા માટે અગ્નિ ખૂણાનો ક્યારેય ઉપયોગ ન કરવો અગ્નિ ખૂણામાં ધન રાખવાથી નાણાં ઘટે છે.ઘરની કે ઓફિસની તિજોરી ઉપર સૂઢ ઉઠાવીને ઉભેલા બે હાથીઓ વચ્ચે બિરાજમાન લક્ષ્મીને જોતા હોય તેવો ફોટો કે મૂર્તિ મુકવી. જે રૂમમાં તિજોરી મુકો તે રૂમનો રંગ ક્રીમ અથવા સફેદ રાખો.