Article

કરોડો ની સંપત્તિ હોવા છતાં મુકેશ અંબાણી ની લાઇફસ્ટાઇલ છે એકદમ સિમ્પલ,આ વાતો જાણી ને આશ્ર્ચર્ય માં મુકાસો.

ભારતના સૌથી ધનિક વ્યક્તિ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણીનું નામ દુનિયાભરમાં પ્રખ્યાત છે. તે ભારતનો સૌથી ધનિક વ્યક્તિ અને વિશ્વનો 5 મો ધનિક વ્યક્તિ છે. તેની પાસે પુષ્કળ સંપત્તિ છે અને તેના વૈભવી જીવન વિશે દરેક વ્યક્તિ જાણવા માંગે છે. મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણી, પુત્રી ઇશા અંબાણી અને બંને પુત્રો આકાશ અને અનંત ખૂબ રોયલ લાઈફ જીવે છે.જોકે, ખુદ મુકેશ અંબાણી, જેમની પાસે ઘણી સંપત્તિ છે, તે ખૂબ સિંપલ લાઈફ જીવવાનું પસંદ કરે છે. આજે તમને જણાવી દઈએ કે મુકેશ અંબાણી કેવી રીતે ભારતના સૌથી ધનિક વ્યક્તિ છે.

ખૂબ સિંપલ લાઈફ જીવે છે મુકેશ અંબાણી.એશિયામાં સૌથી ધનિક વ્યક્તિ હોવા છતાં, મુકેશ અંબાણી એકદમ સરળ કપડાં પહેરે છે. તે ઘણીવાર સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ અથવા સૂટ પહેરેલા જોવા મળે છે. ખાવા-પીવાની વાત કરીએ તો મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર તેઓ દારૂને હાથ પણ લગાવતા નથી. મુકેશ અંબાણી પોતાના પરિવાર માટે જ પૈસા ખર્ચ કરે છે. તેના પરિવારના સભ્યો માટે મુકેશ અંબાણી કરોડોનો ખર્ચ કરે છે, પરંતુ તે પોતે ખૂબ જ સિંપલ લાઈફ જીવે છે.

પોતાનો જન્મદિવસ ન મનાવતા મુકેશ અંબાણી બીજાના જન્મદિવસ પર તેમને ખૂબ જ મોંઘી ગિફ્ટ્સ આપે છે. તેમણે તેમની પત્ની નીતા અંબાણીને તેના જન્મદિવસ પર એક ખાનગી જેટ ગિફ્ટ કર્યું હતું. મુકેશ અંબાણી વિશે એવું કહેવામાં આવે છે કે તે ભલે ગમે તેટલા વ્યસ્ત હોય, પણ રવિવારે તે પરિવાર સાથે સમય પસાર કરવાનું પસંદ કરે છે. મુકેશ અંબાણી ખૂબ ધાર્મિક પણ છે અને તે દરેક ઉત્સવ ખૂબ ઉત્સાહથી ઉજવે છે. તેને ભગવાનમાં પણ અતૂટ શ્રદ્ધા છે.

પોતે જ કરે છે મહેમાનોનું સ્વાગત.મુકેશ અંબાણી ઘણા સમૃદ્ધ છે, પરંતુ તે તેટલા જ ડાઉન ટૂ અર્થ પણ છે. એટલું જ નહીં, તેઓ તેમના બાળકોને પણ જમીન સાથે જોડાયેલા રાખે છે. એકવાર તેનો મોટો પુત્ર આકાશ અંબાણી તેના ઘરના સિક્યુરિટી ગાર્ડને ઠપકો આપી રહ્યો હતો. મુકેશ અંબાણીએ જ્યારે આ જોયું ત્યારે તેણે આકાશને ઠપકો આપ્યો અને કહ્યું કે તે સિક્યુરિટી ગાર્ડની માફી માંગે. આ પછી, આકાશે તે સિક્યુરિટી ગાર્ડની માફી માંગી.મુકેશ અંબાણીનું કહેવું હતું કે તેઓ નથી ઇચ્છતા કે તેમના બાળકોને પૈસાનું ઘમંડ આવે અને તેથી તેઓ હંમેશા તેમને પૈસાની કદર કરવાનું શીખવે છે. મુકેશ અંબાણીનું કહેવું છે કે તેમના પિતાએ તેમને આવા જ સમાન સંસ્કાર આપ્યા છે અને તે જ સંસ્કારો તે તેમના બાળકોને આપે છે.

મુકેશ અંબાણી ખુદ જમીન સાથે એટલા જોડાયેલા છે કે જ્યારે તેમના ઘરે એન્ટિલિયામાં કોઈ મહેમાન આવે છે, ત્યારે તે જાતે જ તેમનું સ્વાગત કરે છે. એવું કહેવામાં આવે છે કે તેમની દેખરેખ હેઠળ, તેઓ મહેમાનની પસંદગીનો ખોરાક બનાવડાવે છે અને તેમને જાતે જ સર્વ પણ કરે છે. એટલું જ નહીં, તેમની પુત્રીના લગ્નમાં પણ તેના આખા પરિવારે મહેમાનોને ભોજન ખવડાવ્યું હતું. અહીં સુધી કે મોટા સેલેબ્સને પણ મુકેશ અંબાણી ઘરે મહેમાનોને ભોજન પીરસતા જોવા મળ્યા હતા.

Leave a Reply

Your email address will not be published.