કેટલીક વસ્તુઓ ખાલી પેટ ખાવાથી નુકસાન થઇ શકે છે. તેને ખાવાથી શરીરમાં એસિડનું લેવલ વધી શકે છે અને એસિડિટી જેવી સમસ્યા થઇ શકે છે.એટલા માટે ખાલી પેટે આ વસ્તુઓ ખાવાથી બચો. ડાયટિશન શાલિની રસ્તોગી કહે છે કે ‘કેટલાક ફળો એવા છે કે જે ખાલી પેટ ન ખાવા જોઇએ. ખાલી પેટ કેળા ખાવાથી કેલ્શિયમ અને મેગ્નીશિયમનું સંતુલન બગડી જાય છે. કેટલાક લોકો એવા હોય છે જે સવારે ઉઠીને ખાલી પેટ ફણગાવેલા અનાજ અને સુકો મેવો ખાય છે જ્યારે કેટલાક એવા છે જે ખાલી પેટ પર ફળો ખાય છે. પરંતુ શું તમે જાણો છો એવી ઘણી વસ્તુઓ છે જે તમારે ખાલી પેટ પર જ ન ખાવી જોઈએ. આ વસ્તુઓ તમારા આરોગ્ય પર ખરાબ અસર નાખે છે. આજે અમે તમને આવીજ વસ્તુઓ વિશે બતાવી રહ્યા છે. આવો જાણીએ એવી કઈ વસ્તુઓ છે જએ ખાલી પેટ ખાવાથી આપણા આરોગ્ય પર ખરાબ અસર કરે છે.
કોફી, ખાલી પેટે કોફી પીવાથી તે પેટમાં જઇને એસિડ બનવા લાગે છે, જેનાથી પેટમાં બળતરા અને પાચન સંબંધિત સમસ્યાઓ ઉદ્દભવી શકે છે. તે ઉપરાંત કોફી પી લીધા બાદ નાસ્તો ન કરો તો શરીરમાં સેરોટોનિન નામનો હેપ્પી હોર્મોનનું શરીરમાં નિર્માણ થતું ઘટે છે, જેના કારણે આખો દિવસ ચીડિયાપણું રહ્યા કરે છે.ચ્યુઇંગગમ, ખાલી પેટે ચ્યુઇંગગમ ખાવાથી ડાયજેસ્ટિવ એસિડનું પ્રોડક્શન ઝડપથી થાય છે. જે પેટની લાઇનિંગને ખતમ કરે છે, આ ઉપરાંત ચ્યુઇંગગમના સેવનથી પેટને લગતી બીમારીઓ થવાની શક્યતાઓ વધી જાય છે. એક રિસર્ચ મુજબ સાબિત થયું છે, કે વ્યક્તિ ચ્યુઇંગગમનું સેવન કરે છે, તે શાકભાજી-ફળોનું સેવન કરવાની સરખામણીમાં જંક ફૂડને પ્રાધાન્ય આપે છે, અને ખાવું વધારે પસંદ કરે છે. તથા જો પેટ ભરેલંુ હોય તો પણ ૧૦ મિનિટથી વધારે ચ્યુઇંગગમનું સેવન ન કરશો.
ખાલી પેટે ન કરો એક્સરસાઇઝ, ઘણા લોકો ખાલી પેટે એક્સરસાઇઝ કરતા હોય છે, તે લોકો માને છે કે ખાલી પેટે એક્સરસાઇઝ કરવાથી તેમના શરીરમાંથી વધારે કેલેરી બર્ન થશે. પરંતુ હકીકત તો એ છે કે ખાલી પેટે એક્સરસાઇઝ કરવાથી ચરબીમાં ઘટાડો નથી થતો પણ મસલ્સની સાઇઝમાં ઘટાડો થાય છે. તેની સાથે શરીરની એનર્જીમાં ઘટાડો થાય છે, તેનંુ કારણ ખાલી પેટે કરેલી એક્સરસાઇઝ છે. તેથી એક્સરસાઇઝ કરવા માટે જરૂરી છે કે હળવો નાસ્તો કરો. જો તમને પાચન સંબંધીત સમસ્યા રહેતી હોય તો ભૂલથી પણ ખાલી પેટે એક્સરસાઇઝ ન કરશો.
આલ્કોહોલ, ખાલી પેટે આલ્કોહોલનું સેવન કરવું જોખમી બની શકે છે, કારણ કે ખાલી પેટે કરેલું આલ્કોહોલના સેવનથી હેંગઓવર વધારે સમય માટે રહે છે. આ ઉપરાંત લિવર, કિડની અને હાર્ટ માટે ખૂબ જ નુકસાનકારક છે, આ પ્રકારની સ્થિતિથી બચવા આલ્કોહોલથી દૂર રહો, અને ખાસ કરીને ખાલી પેટે તો આલ્કોહોલનું સેવન ન જ કરો.
બજારના નાસ્તા, રસ્તા પર મળતા નાસ્તા અને ફ્રૂટ જ્યૂસ નુકસાન કરે છે. એક્સપર્ટનું કહેવંુ છે, કે રસ્તા પર વેચાતા ફ્રૂટ જ્યૂસ અને નાસ્તામાં રહેલા એસિડ અને ફાયબર ખાલી પેટ નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને તે લોકોને જે ગેસ્ટ્રોની સમસ્યાથી પીડાતા હોય છે. તેથી ખાસ કરીને અમુક બાબતોનું ધ્યાન રાખો, જે લોકોને હાઇપર એસિડિટીની સમસ્યા હોય તે લોકો ફ્રૂટ જ્યૂસમાં જ્યૂસ જેટલી જ માત્રામાં પાણી મિક્સ કરીને પીવંુ જોઇએ. આ ઉપરાંત જો તમે ખાલી પેટે જ્યૂસનું સેવન કરતા હોય તો તમે પહેલા તમારા ડાયેટિશિયની સલાહ લો. તેમના સૂચન મુજબ ક્યા ફળોનું કેટલા પ્રમાણમાં જ્યૂસ પીવંુ તેની સલાહ લો.
ખાલી પેટ ન સૂઇ જવું, ઘણા લોકોની આદત હોય છે, કે જો ખાવાનો સમય જતો રહે તો ભૂખ્યા સૂઇ જતા હોય છે. ખાલી પેટે ક્યારેય ન સૂઇ જવું કારણ કે ભૂખ લાગી હોવાના કારણે શરીરમાં ગ્લુકોઝનું સ્તર ઘટે છે, તેના કારણે ઊંઘ સારી આવતી નથી. ઊંઘ ન આવવાના કારણે વારંવાર ઊંઘમાંથી આંખ ખુલી જાય છે. અપૂરતી ઊંઘના કારણે હંગર હાર્મોન્સનું નિર્માણ વધારે હોય છે, તેના કારણે જે દિવસે રાત્રે ભોજન ન કર્યું હોય તે વ્યક્તિ બીજા દિવસે વધારે ખોરાક લે છે. જો રાત્રે ભૂખ ન હોય તો હુંફાળુ દૂધ પીને સૂઇ જવું, કારણ કે દૂધમાં કેલ્શિયમ અથવા મેગ્નેશિયમ હોય છે, જેનાથી સારી ઊંઘ આવે છે.
જામફળ, જે લોકોની પણ પાચન શક્તિ કમજોર છે તેમણે ખાલી પેટ જામફળનુ સેવન ન કરવુ જોઈએ. ખાલી પેટ જામફળનુ સેવન કરવાથી પેટમાં ગેસ બને છે અને પેટ ફુલવા માંડે છે. શિયાળામાં તેને ખાલી પેટ ખાશો તો પેટમાં દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે. ટામેટાં, ટામેટાંમાં એસિડની માત્રા વધારે હોય છે. આને કારણે તેનો વધુ પડતો ઉપયોગ એસિડિટીનું કારણ બની શકે છે અને તેનાથી છાતીમાં બળતરાની ફરિયાદ કારણ બને છે. ટામેટાંનું વધુ પડતું સેવન કરવાથી પેટમાં દુ:ખાવો અને ગેસની સમસ્યા થાય છે.
ખાટા ફળોનું સેવન ન કરો, ખાટાં અને ફાઇબરવાળા ફળ જેવા કે જામફળ અને નારંગી વગેરે સવારે ખાલી પેટ ખાવાનું ટાળવું જોઈએ. તેનાથી પાચનતંત્ર પર સારી અસર નથી પડતી. તેવી જ રીતે ખાલી પેટ દહીં ન ખાશો, નહીં તો સ્વાસ્થ્ય પર તેની ખરાબ અસર પડે છે.ખાલી પેટ ચા પીવાનું ટાળો, ખાલી પેટ પર સવારે ચા પીવાનું ટાળો. ચામાં ઘણા પ્રકારના એસિડ હોય છે. તમે ખાલી પેટ ચા પી ને તમારા પેટને સીધુ નુકશાન પહોંચાડો છો. તેનાથી અલ્સર અથવા ગેસ જેવી સમસ્યાઓની સંભાવના વધી જાય છે. લોકો માને છે કે સવારે ચા પીવાથી શરીરમાં ચુસ્તી આવી જાય છે. પણ આ ખોટું છે. ખાલી પેટ પર ચા પીવાથી આખો દિવસ થાક અને સ્વભાવમાં ચીડચીડાપણુ આવે છે.