Helth

ખુબજ ગુણકારી છે ડુંગળી પરંતુ જો આ રીતે સેવન કરોતો જ,જાણીલો તેનાં સેવનની ખાસ રીત…….

ભારતીય રસોડામાં ડુંગળીનો ઉપયોગ સૌથી વધુ હોય છે. ડુંગળી વગર કોઈપણ ડીશ અધુરી ગણવામાં આવે છે. ડુંગળી ખાવાના સ્વાદને ઉત્તમ બનાવી દે છે. તે ખાવાના ટેસ્ટને વધારી દે છે. ઘણા ઓછા લોકો એવા હશે, જેને ડુંગળી ખાવાનુ ગમતું નહિ હોય. ઘણા લોકોને તો ડુંગળીના સલાડ વગર ખાવાનું જ હજમ થતું નથી. ડુંગળીમાં પુષ્કળ પ્રમાણમાં પોષક તત્વો અને પ્રોટેકટીવ કંપાઊંડ રહેલા હોય છે. જે અનેક પ્રકારની બીમારીઓ સામે લડવામાં આપણી મદદ કરે છે.

આજ સુધી તમે કાચી ડુંગળીથી થતા ફાયદાઓ વિષે જ સાંભળ્યું હશે, પરંતુ આજની આ પોસ્ટમાં અમે તમને કાચી ડુંગળીથી થતા નુકશાન વિષે જણાવવા જઈ રહ્યા છીએ. ખાસ કરીને ઘણા લોકોએ કાચી ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. કાચી ડુંગળીનું સેવન કરવું એ લોકો માટે જીવલેણ સાબિત થઇ શકે છે.

તમે જેને ડુંગળી કે કાંદા થી ઓળખો છો તે આપના કિચન નું એક અભિન્ન અંગ છે. જેનો આપણે દરરોજ ઉપયોગ કરીએ છીએ. ફક્ત ખવામાં નહીં પણ નાની-મોટી બીમારીઓ અથવા ઘા માં પણ તેનો ઉપયોગ થઈ શકે છે. ડુંગળીમાં ભરપુર માત્રા માં પોષક તત્વ, પ્રોટેક્ટીવ કમ્પાઉન્ડ રહેલા હાજર હોય છે. જે અનેક પ્રકારની બીમારીઓ થી બચાવે છે. તમે જોયું હશે કે ડુંગળી ખાવા વાળા ની તંદુરસ્તી વધારે સારી રહે છે. જો તમે દરરોજ સૂતા પહેલા એક કાચી ડુંગળી ખાશો તો તેના અનેક ફાયદા થશે.

કાચી ડુંગળી ખાવાના અનેક ફાયદા જાણો,જે લોકો દરરોજ રાત્રે એક કાચી ડુંગળી ખાઈને સુવે છે તેને ગરમી ની ઋતુ માં લુ લાગવાનું જોખમ ઓછુ રહે છે. કાચી ડુંગળી માં રહેલા તત્વો ના કારણે ગરમી માં લુ થી રક્ષા મળે છે.કાંદા ને સારા નેચરલ બ્લડ પ્યોરીફાયર પણ ગણવામાં આવે છે. ડુંગળી લોહી ને ફિલ્ટર કરીને શરીર માં રહેલા ઝેરીલા તત્વો ને બહાર કાઢી નાખે છે. ડુંગળી માં રહેલા તત્વો ફોસ્ફોરસ એસીડ લોહી ને સાફ કરવાનું કામ કરે છે. રોજ સૂતા પહેલા અડધી કાચી ડુંગળી ખાવાની ટેવ પાડો. જેથી તમારું લોહી પણ સાફ થશે તથા ચહેરા પર ખીલ, ફૂંસી, મુંહાસા વગેરે ની સમસ્યા થી પણ છુટકારો મળશે.

ડુંગળી લોહીની ગાંઠને ઓગાળે છે, આથી હૃદય અને મગજની ગાંઠમાં થતા થ્રોમ્બોસીસના હુમલા સામે રક્ષણ આપે છે. આ ગુણ કાચી ડુંગળીના છે. ડુંગળી જઠરાગ્નિ પ્રદીપ્ત કરી પાચનશક્તિ વધારે છે. તે કફનાશક છે, પૌષ્ટીક, શક્તિપ્રદ, સ્નિગ્ધ, ગુરુ, તીખી અને મધુર છે. ડુંગળી યકૃતને ઉત્તેજીત કરે છે, હૃદયની ગતિ સમ્યક કરે છે, શરીરની સાતેય ધાતુઓને બળ આપે છે. થાક દુર કરે છે. ડુંગળીથી મૅલેરીયા સામેની પ્રતિકાર શક્તિ વધે છે.

જેને શરદી અને તાવ તથા કફ ની તકલીફ હોય છે તેને ડુંગળી બહુ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે તમારે કાચી ડુંગળી નો રસ બનાવીને તેનું સેવન કરવાનું રહેશે. જો કોરી ડુંગળી ન ફાવે તો તેના રસ માં ગોળ અથવા મધ પણ મિલાવી શકો છો. જેનાથી ગળા ની ખરાશ પણ દુર થઇ જાય છે.કાચી ની ડુંગળી ની અંદર સલ્ફર ની માત્રા ખુબજ વધારે હોય છે. જેના કારણે ઘણા પ્રકારના કેન્સર દૂર કરી શકાઈ છે. તેના સેવન થી પેટ, કોલોન, બ્રેસ્ટ, ફેફસા અને પ્રોસ્ટેટ કેન્સર નું જોખમ ઓછુ થાઈ છે.

સાંજે સૂતા પહેલા કાચી ડુંગળી ખાવાથી રોગ પ્રતિરોધક ક્ષમતા પણ વધે છે. તેમાં રહેલા વિટામિન્સ અને પોષક તત્વ ને કારણે ઘણા પ્રકારની બીમારીઓ દૂર થાઈ છે. જેથી બોડી ની ઈમ્યુંનીટી ને પણ વધારે છે.ડુંગળી માં મુખ્યત્વે એમીનો એસીડ તથા મિથાઈલ સલ્ફાઈડ જોવા મળે છે, જે ખરાબ કોલેસ્ટ્રોલ ને ઓછુ કરીને સારા કોલેસ્ટ્રોલ ને વધારવામાં મદદરૂપ થાઈ છે.

વાઈના રોગમાં ડુંગળીના રસનાં ટીપાં નાકમાં નાખવાથી સારું પરીણામ મળે છે. કૉલેરામાં ૧ કપ રસમાં ચપટી હીંગ, વરીયાળી અને ધાણા ૧-૧ ગ્રામ મેળવી પીવાનું ચાલુ રાખવું જોઈએ. બન્ને સમય ભોજનમાં ડુંગળીનું કચુંબર ખાવાથી ભુખ ઉઘડે છે, તથા અશક્તિ દુર થાય છે. કાચી ડુંગળી વાયુ કરતી નથી. ડુંગળીમાં ઓજસ-કાંતિવર્ધક ગુણ રહેલો છે.

લોહીની ખામી સામે ઝઝૂમી રહેલા લોકો.

તે ઉપરાંત જે લોકો લોહીની ખામી સામે ઝઝૂમી રહ્યા છે. તેમણે પણ કાચી ડુંગળીનું સેવન ન કરવું જોઈએ. લોહીની ખામીથી વ્યક્તિ ‘એનીમિયા’ નામની બીમારીથી પીડિત થઇ જાય છે. આ બીમારીમાં આયરનની ખામી આવે છે. જેનાથી લોહી બનવું ઓછું થઇ જાય છે. એટલા માટે તમારા શરીરમાં પણ લોહીનું પ્રમાણ ઓછું છે. તો કાચી ડુંગળીનું સેવન અત્યારે જ બંધ કરી દો. કાચી ડુંગળી ખાવાથી લોહીનું સ્તર ઘણું ઓછું થઇ જાય છે. જેને કારણે ઘણા પ્રકારની સમસ્યાઓ થવા લાગે છે.

તમને જણાવીએ કે કાચી ડુંગળીમાં ઉચ્ચ માત્રામાં ફાઇબર હોય છે અને તે જે આપણને પેટની અંદર અટવાયેલા ખોરાકને બહાર કાઢવા માં મદદ કરે છે.મિત્રો તમને જણાવીએ કે તે પેટને શુદ્ધ બનાવે છે.તમને જણાવીએ કે તેથી, જે લોકોને કબજિયાતની સમસ્યા હોય છે તેઓએ ચોક્કસપણે ડુંગળી ખાવી જોઈએ.આજકાલ ખરાબ ખાવા પીવાનું અને બગડતી જીવનશૈલીના કારણે લોકોમાં વાળ ખરવાની સમસ્યા ઘણી જ વધી છે. જો વાળને ખરતા અટકાવવા છે તો એના માટે પણ ડુંગળી ખુબ જ લાભદાયી છે. જો તમે કાચી ડુંગળીને વાળમાં ઘસો છો તો વાળ ખરવાનું પણ બંધ થઇ જશે.

જો કાચી ડુંગળીના રસમાં થોડો લીંબુનો રસ ઉમેરીને ચહેરા પર લગાવો છો તો કાળા દાગ-ધબ્બા દૂર થાય છે. જો તમને નાની ઉંમરમાં જ ચહેરા પર કરચલીઓ આવવા લાગી છે તો તમે ડુંગળીના રસનો લેપ લગાવશો તો એનાથી લાભ થાય છે..ગરમીઓમાં લુ વાતી હોય છે, એવામાં તેનાથી બચવા માટે તમારે ડુંગરીનો ઉપયોગ જરૂરથી કરવો જોઈએ. તેનો રસ પીવાથી અને તળિયામાં માલીશ કરવાથી ખૂબ ફાયદાકારક નિવડે છે.

જે લોકોને પથરીની સમસ્યાથી પીડાતા હોય છે તેમણે ડુંગળીનો ઉપયોગ કરવો જોઈએ, ખરાબ ખાણી-પીણીના કારણે કિડનીમાં પથરીની સમસ્યા થતી હોય છે. ડુંગળીના રસમાં પથરીના દુખાવા સામે લડવાની ક્ષમતા હોય છે. રોજ સવારે ખાલી પેટે ડુંગળીના રસનું સેવન કરવાથી પથરીનો દુખાવો સમાપ્ત થાય છે.ગુંટણીયા વા ના દુખાવામાં પણ દર્દીને કાચી ડુંગળી ઘણી ફાયદાકારક નીવડે છે, સરસોના તેલમાં ડુંગળીના રસને ભેળવીને દુખતી જગ્યા પર માલિશ કરવી,એક મહિનો સતત કરવાથી વા માં આરામ મળશે.

Leave a Reply

Your email address will not be published.