બિહારના ભાગલપુરમા રહેતી એક મહિલા જણાવે છે કે, ‘પતિ રોજ મારા સપનામાં આવતા હતા માટે જ તે ગર્ભવતી થઈ ગઈ’. અહી એ પણ ઉલ્લેખનીય છે કે જગદીશપુર પોલીસ સ્ટેશનની એક મહિલા શનિવારના રોજ ભાગલપુર ઝોનના ડી.આઈ.જી.(DIG) વિકાસ વૈભવને મળી અને તેણે જણાવ્યુ હતુ કે તેનો ભાઈ છેલ્લા ૭ મહિનાથી કોલકાતામા રહેતો હતો અને તેની ભાભી અહી ગર્ભવતી થઈ હતી. આ કેવી રીતે શક્ય બને? મહિલાએ ડી.આઈ.જી.(DIG) વિકાસ વૈભવને તેની ભાભીના પેટમા રહેલા બાળકના ડી.એન.એ.(DNA) ટેસ્ટ કરવા માટે જણાવ્યુ છે.
મહિલાએ કહ્યુ હતુ કે તેના મોટા ભાઈના લગ્ન ૫ વર્ષ પહેલા થયા હતા. તેને ૨ વર્ષની એક પુત્રી પણ છે. ૭ મહિના પહેલા તેનો ભાઈ કમાવવા માટે કોલકાતા શહેરમા ગયો હતો. હાલ તે ઘરે પરત આવ્યો ત્યારે તેને ખબર પડી કે તેની પત્ની ૩ મહિનાની ગર્ભવતી છે.
જ્યારે તેણીને ખબર પડે છે કે તેણી ગર્ભવતી છે ત્યારે ઘરના સભ્યો તેને રાખવા માટે તૈયાર નથી. મહિલાની ભાભીએ આરોપ લગાવ્યો છે કે બધુ જાણ્યા બાદ તેની ભાભીએ ઘરના સભ્યોને ધમકી આપી હતી કે તેને ઘરમા રહેવા દે, નહીં તો તે ઘરના બધા સભ્યોને ખોટા કેસમા ફસાવી દેશે. મીડિયામાં મળતા વધુ અહેવાલ મુજબ, ઘરના લોકો આ મહિલાને ઘરમાં રાખવા તૈયાર ન હતા.
ત્યારબાદ ગામમાં પંચાયત બેસાડવામાં આવી હતી. આ સમય દરમિયાન, જ્યારે મહિલાને પૂછવામા આવ્યુ કે તેના ગર્ભમાં કોનું બાળક છે, ત્યારે તેણે જણાવ્યુ હતુ કે આ બાળક તેના પતિનુ જ છે. આ ઉપરાંત, તેણે દલીલ કરી હતી કે ‘તેનો પતિ રોજ સપનામાં આવતો હતો, માટે તે તેના પતિથી જ ગર્ભવતી બની છે’.જો કે તે મહિલાના મોબાઈલની વધુ તપાસ કરવામાં આવી તો માલુમ પડ્યું કે તેમાં એક યુવકનો નંબર સ્ટોર હતો. આ યુવક અને મહિલા વચ્ચે અનૈતિક સંબધો હતા. અને આ મહિલાના ગર્ભમાં ઉછરી રહેલું બાળક પણ તે યુવકનું જ છે.