dharmik

સરકારી નોકરીની ઈચ્છા રાખતાં હોય તો ખાસ જાણીલો આ ઉપાય વિશે, ક્ષણ ભરમાં મળી જશે નોકરી..

ધાર્મિક શાસ્ત્ર મુજબ સૂર્યદેવની આધ્યાત્મિક સાધનાનું અક્ષય ફળ મળે છે.સાચા મનથી કરવામાં આવેલી સાધનાથી પ્રસન્ન થઈને,ભાનુ દેવ તેમના ભક્તોને સુખ સમૃદ્ધિ, સન્માન,દરજ્જો, સરકારી નોકરી અને સારા સ્વાસ્થ્ય માટે આશીર્વાદ આપે છે. જેમને સરકારી નોકરીની ઈચ્છા છે તેઓએ સૂર્ય ભગવાનની પૂજા કરવી જોઈએ.

રવિવાર સૂર્યદેવને સમર્પિત હોઈ છે. આ દિવસે દરેક એ સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. જ્યોતિષ શાસ્ત્રમાં, રવિવારના ઉપાય દ્વારા સૂર્ય ભગવાનનું વરદાન પ્રાપ્ત થાય છે અને જાતકોને ઇચ્છિત ફળ મળે છે. તો ચાલો આપણે જાણીએ રવિવારે સૂર્યદેવને પ્રસન્ન કરવા માટે કયા ઉપાયો કરવા જોઈએ.

સૂર્ય ભગવાનની ઉપાસના કરો.

જો તમને ધન, વૈભવ અને ખ્યાતિ જોઈએ છે, તો રવિવારે સૂર્યદેવની સાધના કરવાનું ભૂલશો નહીં. આ દિવસે ભગવાન સૂર્યની પૂજા-અર્ચના કરવાથી તમામ પ્રકારના અવરોધો દૂર થાય છે અને સરકારી નોકરીઓ અને ધંધામાં સફળતાનો આરંભ થાય છે.

સૂર્યદેવને જળ અર્પણ કરો.

રવિવારે સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ. એકદમ નાહી ધોઈને આ ઉપાય સૂર્યોદય સમયે કરવો જોઈએ. માત્ર રવિવાર જ નહીં, પણ દરરોજ સૂર્યદેવને જળ ચઢાવવું જોઈએ. ધાર્મિક માન્યતાઓ અનુસાર, સૂર્યદેવને જળ ચઢાવવાથી સૂર્યદેવ પ્રસન્ન થાય છે.

સૂર્યના આ મંત્રથી પુરી થશે તમારી ઇચ્છા.

સૂર્યની સાધનામાં મંત્રોનો જાપ કરવાથી મનોકામના જલ્દી પૂર્ણ થઈ શકે છે. સુખ સમૃદ્ધિ, સારા સ્વાસ્થ્ય અને સરકારી નોકરી મેળવવા માટે સૂર્ય ગ્રહના મંત્ર ખૂબ જ અસરકારક છે. આ મંત્રો તમારામાં નવી ઉર્જાનો સંચાર કરે છે.एहि सूर्य सहस्त्रांशो तेजोराशे जगत्पते।अनुकम्पय मां भक्त्या गृहणाध्र्य दिवाकर।।ॐ घृणि सूर्याय नमः।।ॐ ऐहि सूर्य सहस्त्रांशों तेजो राशे जगत्पतेए अनुकंपयेमां भक्त्याए गृहाणार्घय दिवाकररू।।ॐ ह्रीं घृणिः सूर्य आदित्यः क्लीं ॐ।।

રવિવારે ગોળનું દાન કરવું જોઈએ.

ધાર્મિક માન્યતાઓ અનુસાર સૂર્ય ભગવાનને પ્રસન્ન કરવા માટે રવિવારે ગોળનું દાન કરો. આ દિવસે દાન કરવાનું વિશેષ મહત્વ છે. તમે તમારી ઇચ્છા પ્રમાણે પણ દાન કરી શકો છો.

રવિવારે આ રંગના કપડાં પહેરો.

રવિવાર એ સૂર્ય ભગવાનનો દિવસ છે, આ દિવસે નારંગી રંગનાં કપડાં પહેરવા જોઈએ. આ કરવાથી સૂર્યદેવની કૃપા તમારા પર રહે છે. નારંગી એ સૂર્ય ભગવાનનો રંગ છે.

Leave a Reply

Your email address will not be published.