Janva Jevu

શું તમારા પાર્ટનર વચ્ચે રહે છે મનમુટાવ તો રાત્રે સૂતા પહેલા પાર્ટનર સાથે કરો આ ખાસ કામ….

આજકાલના સમયમાં સબંધોમાં જેટલા સરળતાથી બંને છે, એટલી જ સરળતાથી તૂટી પણ જાય છે. બ્રેકઅપ થવું આજકાલ ખુબજ સરળ થઈ ગયું છે અને એનું કારણ સ્માર્ટ ફોન છે. જી હા તમને ભલે આ વાતની ખબર ના પડતી હોય, પરંતુ ક્યાંકને ક્યાંક ફોન તમારા સબંધોને ખરાબ કરી રહ્યા છે. કપલ્સને એક બીજાના સાથની જરૂર હોય છે અને આ સાથ એવો હોવો જોઈએ જેમાં વીતી ગયેલા સાથને તમે યાદ કરીને પણ હસી શકો. તમને બતાવી છે થોડાક સારી આદતો વિશે જેને અપનાવીને તમે તમારા પતિ કે પાર્ટનરની સાથે સબંધ સારા કરી શકો છો.

એક સાથે ખાવાનું બનાવવું.આજકાલનો એવો સમય છે જ્યાં છોકરાઓ છોકરીઓ કરતા પણ સારું જમવાનું બનાવે છે. આવી પરિસ્થિતિમાં, તમે તમારા પતિને તમારી સાથે ખાવાનું બનાવ માટે કહી શકો છો. આવા માં સાથે ખાવાનું બનાવતી વખતે તમારામાં કેટલીક વાતો પણ થઈ જશે અને આ તમારા માટે બહુ રોમેન્ટિક પણ હોય શકે છે. આ સમય દરમિયાન, તમે બન્ને માંથી કોઈપણ ફોનનો ઉપયોગ કરી શકતા નથી. આ રીતે તમે એક સાથે એક સારી યાદગાર ક્ષણ વિતાવી શકશો.

સૂતાં પહેલા કરો વાત.ઘણીવાર લોકોની સુવાનો નિયમ અલગ હોય છે. ઉદાહરણ તરીકે, કેટલાક લોકો નોવેલ વાંચીને સુવે છે. તો કેટલાક ગીત સાંભળીને. આ કિસ્સામાં તમે તમારા પતિ કે પાર્ટનરની સાથે સુતા પહેલા વાત કરવાનું ચાલુ કરી દો. મોટાભાગે બન્ને વર્કિંગ કપલ હોવાના કારણે લોકોના વચ્ચે વાતચીત એકદમ બંધ થઈ જાય છે. આવામાં રાત્રે સુતા પહેલાનો જે સમય હોય છે એ બહુ આરામદાયક હોય છે અને એ દરમિયાન તમે રોમેન્ટિક વાતો પણ કરી શકો છો.

એકબીજા માટે ગુંનગુનાઓ.ગીત એક એવી વસ્તુ છે જે કોઈ પણ સમયને કોઈપણ ક્ષણે રોમેન્ટિક બનાવી દે છે. રાતના વાતાવરણ માં જો તમે તમારા પાર્ટનર માટે કાંઈક ગાવો છો તો એ તેને ઘણું સારું લાગશે. જો તમને લાગે કે તમારો અવાજ સારો નથી તો તમે કોઈ રોમેન્ટિક ગીત વગાડીને તમારા દિલનો હાલ બતાવી શકો છો. આવામાં એ તમે બન્ને માટે ખૂબ રોમેન્ટિક થઈ જશે.

એક જ સમય એ સુઈ જાઓ.તમને ભલે જેટલો સમય તમારુ કામ પૂરું કરવામાં લાગે, પરંતુ એક જ સમય પર સૂવું તમારાં માટે સારું રહેશે. સાથે જ એ વાતનું ધ્યાન રાખો કે જ્યારે પણ તમે સુવા જાવ તો ધ્યાન ભટકાવે તેવી બધી વસ્તુઓને તમારા બેડથી દુર કરી દો. સાથે જ એક સાથે પુસ્તક વાંચો અથવા કોઈ ગીત સાંભળો તો એક સાથે સાંભળો. જ્યારે તમે તમારા પાર્ટનરને કોઈ વાતને તમારી સાથે લેશો તો તેને પણ મહેસુસ થશે કે તમે તેમની કેટલી કાળજી રાખો છો.

રાત્રે ઝઘડો ના કરો.જોકે ઝઘડો કોઈ પણ સમયે કરવો જોઈએ નહીં, પરંતુ સુવાના સમયે તમે બન્ને ઝઘડવા લાગશો તો તમે રાત ભર સુઈ નહીં શકો. સાથે જ તમારો અગલો દિવસ પણ ખરાબ થઈ જશે. તમારા પાર્ટનરને કોઈ પણ વાત રાત્રે શાંતિથી બતાવો, આનાથી એ તમારી વાત સમજશે. રાતના સમયે તમારા પાર્ટનર સાથે મીઠી વાતો કરો જેનાથી તમારો આવવા વાળો દિવસ પણ સારો રહશે.

Leave a Reply

Your email address will not be published.