Article

તારક મહેતા શોનો વધુ એક કલાકાર શો માંથી બહાર નીકળી રહ્યો છે જાણો કોણ છે આ કલાકાર….

તારક મહેતાના ઉલટા ચશ્મા દરેક લોકોના દિલમાં પોતાની જગ્યા બનાવી દીધી છે. તેમાં એટલું હાસ્યસ્પદ વરસાવે છે કે બધાના દિલમાં સમાઈ ગયું છે.તારક મહેતાના ઉલટા ચશ્માંમાં ગોકુલધામ સોસાયટીને મીની ઇન્ડિયા પણ કહેવામાં આવે છે.જેમાં મુખ્ય ઍક્ટર તરીકે જેઠાલાલ અને દયાબેન ગણવામાં આવે છે પરંતુ આ સીરિયલમાં દરેક એક્ટરની પોતાની અલગ ઓળખાણ બનાવી દીધી છે.

જોકે આ શો છેલ્લા કેટલાક સમયથી દયા ભાભી એટલે કે દિશા વાકાણીના શોમાં પાછા ફરવાના હા-ના ને લઈને ચર્ચામાં છે.  આ પહેલા એવા પણ સમાચાર મળ્યા હતા કે દિશા વાકાણી શોને અલવિદા કહી ચૂંકી છે. જ્યારે દિશાના પરિવારવાળાઓ આ નિર્ણયને દિશાનો વ્યક્તિગત નિર્ણય જણાવતા કંઈ પણ કહેવાનું ટાળ્યું હતું.

આટલા વર્ષો બાદ પણ આ સીરિયલ ટીઆરપીમાં અનેક સીરિયલોને પછાડી રહ્યો છે. જો કે પ્રેગ્નેન્સી અને ડિલીવરીના કારણે શોથી દૂર થયેલી દિશા વાકાણી ઉર્ફે દયાબેનના ગયા બાદ દર્શકો તેને ખુબ મિસ કરી રહ્યાં છે. જો તમે દિશા વાકાણીના ફેન છો તો તમારા માટે આ ખુશખબર છે. દિશા ફરીથી શોમાં પાછી ફરી રહી છે. દિશા હાલમાં જ માતા બની છે અને સીરિયલમાં જેઠાલાલની પત્ની દયાબેનની ભૂમિકા ભજવે છે. દયાબેન પોતાના મધુર વ્યવહાર, ગરબાની નોખી સ્ટાઈલ અને બોલવાના અલગ અંદાજના કારણે પ્રખ્યાત છે.

નોંધનીય છે કે દિશાએ વર્ષ 2015માં મુંબઈના ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ મયૂર પડિયા સાથે લગ્ન કર્યા હતાં અને ગત વર્ષે તેણે પુત્રીને જન્મ આપ્યો છે. તારક મહેતામાં દિશા ટપૂડાની માતા અને જેઠાલાલની પત્નીની ભૂમિકામાં જોવા મળતી હતી. દયાબેન તરીકે દર્શકોમાં તે ખુબ લોકપ્રિય છે. દિશાએ શોમાંથી રજા લીધા બાદ મેકર્સને એવું લાગ્યું હતું કે તેના જવાથી ટીઆરપી ઓછી થઈ જશે પરંતુ શોને હજુ પણ દર્શકો તરફથી સારી પ્રતિક્રિયા મળી રહી છે.

દિશાની પ્રેગ્નેન્સીને લઈને એવા પણ અહેવાલો હતાં કે તે શોમાંથી બહાર થઈ શકે છે. દિશા વાકાણીએ 2014માં બિઝનેસમેન મયૂર પાંડ્યા સાથે લગ્ન કર્યા હતા. દિશા અને મયૂરનો એક દીકરો પણ છે. જણાવી દઇ કે છેલ્લાં ઘણાં સમયથી દિશા વાકાણી આ શૉથી ગાયબ છે. કહેવામાં આવી રહ્યું હતું કે તે શૉમાં વાપસી કરશે પરંતુ હવે કન્ફર્મ  થઇ ગયું છે કે એક્ટ્રેસે શૉ છોડવાનો નિર્ણય લઇ લીધો છે. ત્યારે હવે વધુ એક કલાકાર સિરિયલ છોડવાની ફિરાકમાં છે.

‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ સીરિયલમાં હંમેશા ખુશ રહેતા અને જુસ્સાથી ગોકુલધામના દોસ્તોને તેડી લેતા રોશન સિંહ સોઢીને કોણ નથી ઓળખતું. ખુશમિજાજી સોઢીનું પાત્ર ભજવતો એક્ટર ગુરુચરણ સિંહ અસલ જિંદગીમાં પણ એકદમ હસમુખો અને સકારાત્મક વિચારસરણી ધરાવે છે. ટીવી સ્ક્રીનમાં દેખાતા રોશન સિંહ સોઢી વિશે તો બધાને ખબર હશે પરંતુ એક્ટર ગુરુચરણની જિંદગી વિશે કદાચ જ જાણતા હશો.

એક સૂત્રોના જણાવ્યા પ્રમાણે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં સોઢી નું પાત્ર નિભાવનાર ગુરૂચરણ સિંહ શો છોડવાનું મન બનાવી ચુક્યાં છે. તેના પર શોના પ્રોડ્યુસર અસીત મોદી એ નિવેદન આપ્યું છે.મિડિયા રિપોર્ટ માં દાવો કરવામાં આવ્યો છે કે, ગુરૂચરણે વ્યક્તિગત કારણોના હિસાબે તારક મહેતા ના ઉલ્ટા ચશ્મા માટે શૂટ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. તેમણે પ્રોડકશન હાઉસ ને પોતાના નિર્ણય ની જાણકારી આપી દીધી છે. સાથે જ આ સંબંધે સોઢીએ પ્રોડક્શન હાઉસ ને એક પત્ર પણ સોંપ્યો છે.

શોના પ્રોડ્યુસર અસીત મોદીએ ગુરૂચરણસિંહ ના શો છોડવાની વાત ઉપર પ્રતિક્રિયા આપી હતી. આ વિશે જ્યારે તેને પૂછ્યું ત્યારે તેમણે કહ્યું કે, મને ખરેખર ખબર નથી. આ વાત ક્યાંથી ફેલાવવા માં આવી રહી છે. મને ગુરૂચરણસિંહ તરફ થી કોઈ એવો પત્ર મળ્યો નથી. હાલ તો હું લેખન માં વ્યસ્ત છું અને અમારા શૂટીંગને ફરીથી શરૂ કરવાની તારીખો નિર્ધારિત કરવામાં લાગ્યો છું. એના વિશે હજી સુધી કોઈ વધારે માહિતી મળી નથી.

એક ઈન્ટરવ્યૂમાં ગુરુચરણે જણાવ્યું હતું કે, અસલ જિંદગીમાં હું સોઢી જેવો જ છું. અમારા બંન્નેમાં બસ એટલો જ તફાવત છે કે તે દારુ પીવે છે હું નથી પીતો. સોઢીના લગ્ન થયેલા છે અને મારા નહીં.ગુરુચરણ સિંહ લોકોમાં ખુશીઓ અને સકારાત્મકતા વહેંચવામાં માને છે. પોતાની ફિટનેસ અંગે પણ ગુરુચરણ ખૂબ સજાગ રહે છે. એક ઈન્ટરવ્યૂમાં જણાવ્યા મુજબ, ગુરુચરણ તારક મહેતા બાદ ફિલ્મોમાં કામ કરવા માગે છે.

એક્ટિંગ સિવાય ગુરુચરણ વર્કશોપ અને કોર્પોરેટ ટ્રેનિંગ આપે છે. જેમાં તે લોકોને સફળ કઈ રીતે થવું અને ખુશ કઈ રીતે રહેવું તે શીખવે છે. સાચી ખુશી પોતાની અંદર જ રહેલી છે તેને શોધવાની જરૂર છે તેમ ગુરુચરણનું માનવું છે. ગુરુચરણ સર્ટિફાઈડ NLP (ન્યૂરો લિંગવિસ્ટિક પ્રોગ્રામિંગ)- પ્રેક્ટિશનર, સર્ટિફાઈડ NLP માસ્ટર પ્રેક્ટિશનર, પાવર કોચ અને મોટિવેશનલ સ્પીકર છે. જીવન ખુશીથી જીવવું તે તેનો જીવનમંત્ર છે.

Leave a Reply

Your email address will not be published.